Ahmedabad Panchayat Elections 2026: અમદાવાદ જિલ્લા પંચાયત માટે ભાજપે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી

અસલાલી બેઠક પરથી લીલાબેન મહેશભાઇ સોનારા, ચાંગોદરથી મહેશકુમાર મફાજી પરમાર અને વિરોચનનગરથી હંસાબેન હસમુખભાઇ જાદવને ટિકિટ આપવામાં આવી છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Apr 2026 09:30 PM (IST)Updated: Fri 10 Apr 2026 09:31 PM (IST)
bjp-announces-candidates-for-34-seats-in-ahmedabad-district-panchayat-elections-2026-725757
HIGHLIGHTS
  • જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરાઈ

Ahmedabad Panchayat Elections 2026: ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આજે ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષજગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સઘન ચર્ચા-વિચારણાના અંતે આ નામો પર મહોર મારવામાં આવી છે.ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 34 બેઠકોના ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હોય તેવું જણાય છે.

ભાજપ દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર, અસલાલી બેઠક પરથી લીલાબેન મહેશભાઇ સોનારા, ચાંગોદરથી મહેશકુમાર મફાજી પરમાર અને વિરોચનનગરથી હંસાબેન હસમુખભાઇ જાદવને ટિકિટ આપવામાં આવી છે. બદરખા બેઠક પર લક્ષ્મીબેન ઠાકોર, ચેખલા બેઠક પર પુષ્પરાજસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તે ઉપરાંત ધોલેરા, ગલસાણા, ગાંગડ, ઘોડા, હડાળા, કાસીન્દ્રા, કાવીઠા, કુહા, કુંજાડ સહિતની બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બીજા તબક્કામાં માણકોલ, મોડાસર, મોરૈયા, નાંદેજ, સચાણા, સાથળ, શાહપુર, સિંગરવા, સીતાપુર અને વટામણ સહિતની બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.