UpdatedIST

Nitin Naveen: આજથી ગુજરાત પ્રવાસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ત્રણ દિવસ બેઠકોનો ધમધમાટ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 20 Feb 2026 11:46 AM (IST)Updated: Fri 20 Feb 2026 02:03 PM (IST)
bjp-national-president-nitin-naveen-to-visit-gujarat-for-three-days-from-today-695555
HIGHLIGHTS
  • ગુજરાતના પ્રવાસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન
  • રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ પ્રવાસ
  • ભાજપના સાંસદો-ધારાસભ્યો સાથે મુલાકાત કરી સંવાદ કરશે

Nitin Naveen Gujarat visit: આજે 20 ફેબ્રુઆરી, શુક્રવારથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત પ્રવાસે છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન નીતિન નવીન ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરશે.

નીતિન નવીનનો ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ  

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમવાર ગુજરાત આવી રહેલા નીતિન નવીનની આ મુલાકાત સંગઠન માટે મહત્વની ગણાય રહી છે. આ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ અને CA સાથે સંવાદ કરવા સાથે ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.

ભાજપના સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે શુક્રવારે બપોરે 12:30 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે. નીતિન નવીનના આગમન સમયે કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બપોરે 3:30 કલાકે નારણપુરાની GSC બેંક ખાતે સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક કરશે.

અમદાવાદમાં બપોરની બેઠક પૂર્ણ કર્યા બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગાંધીનગર જવા રવાના થશે. અહીં તેઓ સાંજે 5:30 કલાકે ઈન્ફોસિટી ગાર્ડન ખાતે બજેટ મીટ 2026 અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. નીતિન નવીન આવતીકાલે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે.