શાકનો રાજા રીંગણનો ભાવ આસમાનેઃ ગુજરાતમાં માર્કેટ યાર્ડમાં 1 કિલોનો ભાવ 90 રૂપિયા સુધી બોલાયો

આ માર્કેટ યાર્ડમાં આજે રીંગણના ભાવ કેટલા બોલાયા તેની પર નજર ફેરવીએ તો 20 કીલોના ભાવ 640 થી 1800 રૂપિયા સુધી બોલાયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 09 Dec 2025 06:38 PM (IST)Updated: Tue 09 Dec 2025 06:38 PM (IST)
brinjal-price-today-09-december-2025-broundnut-mandi-price-today-ringan-price-in-gujarat-652402

Brinjal Price Today, 09 December 2025: રીંગણને શાકનો રાજા કહેવામાં આવ છે. રીંગણ અનેક પ્રકારે ગુણકારી છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ રીંગણનું મહત્વ વધારે છે. શિયાળા દરમિયાન મોટાભાગના ઘરોમાં રીંગણના અનેક પ્રકારના શાક બનાવવામાં આવતા હોય છે. ત્યારે રીંગણના ભાવ આસમાને પહોંચ્યા છે.

ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં રીંગણની આવક થઇ હતી. આ માર્કેટ યાર્ડમાં આજે રીંગણના ભાવ કેટલા બોલાયા તેની પર નજર ફેરવીએ તો 20 કીલોના ભાવ 640 થી 1800 રૂપિયા સુધી બોલાયા છે. એટલે માર્કેટ યાર્ડમાં જ રીંગણના ભાવ એક કિલો લેખે જોઇએ તો 90 રૂપિયા સુધી બોલાયો છે.

રીંગણના આજના બજાર ભાવ ( Brinjal market price Today,09 December 2025)

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવ
માણસા15001800
અમદાવાદ5001600
અંકલેશ્વર12001600
સુરત8001500
તાલાલાગીર10001400
કપડવંજ10001400
મોરબી7001400
નવસારી5001400
ગોંડલ2001400
પાદરા4501400
મહેસાણા4201220
રાજકોટ6041216
પોરબંદર8001200
આણંદ8001000
નડિયાદ(પીપલગ)700900
દાહોદ300800
નડિયાદ(ચકલાસી)600800
બારડોલી(કડોદ)380740
ડીસા500680
દામનગર640640