Gujarat Board 12th (GSEB HSC Exam) Time Table 2026 (ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 8 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટાઈમટેબલ 2026 જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હવે સંપૂર્ણ તારીખપત્રક જોઈ શકે છે અને તેની આધારે પોતાની તૈયારીનું આયોજન કરી શકે છે. GSEB HSC વિજ્ઞાન સમયપત્રક 2026 PDF gseb.org પર ઉપલબ્ધ છે.
આ સમયપત્રકમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન જેવા મુખ્ય વિષયોની તમામ પરીક્ષાની તારીખો સામેલ છે. GSEB HSC 2026 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈને 13 માર્ચ, 2026 સુધી ચાલશે. જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષાઓ થિયરી પરીક્ષાઓ પહેલાં, એટલે કે 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે.
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઈમટેબલ 2026
| તારીખ | વિષય |
| 26 ફેબ્રુઆરી | ભૌતિક વિજ્ઞાન (Physics) |
| 28 ફેબ્રુઆરી | રસાયણ વિજ્ઞાન (Chemistry) |
| 4 માર્ચ | જીવવિજ્ઞાન (Biology) |
| 6 માર્ચ | અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
| 7 માર્ચ | અંગ્રેજી (પ્રથમ ભાષા) |
| 9 માર્ચ | ગણિત (Mathematics) |
| 11 માર્ચ | કોમ્પ્યુટર (Computer) |
| 12 માર્ચ | ગુજરાતી (પ્રથમ ભાષા) |
| 13 માર્ચ | ગુજરાતી (દ્વિતીય ભાષા) |
