LIVE BLOG

Gujarat News Today Live: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ઓપરેશન મ્યૂલ હન્ટ અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો…

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 08 Dec 2025 08:30 AM (IST)Updated: Mon 08 Dec 2025 03:29 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-08-december-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-651428

Gujarat News Today Live:  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવાનો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત, વિવિધ સાયબર ગુનાઓના વિગતવાર વિશ્લેષણ બાદ બેંકોથી લઈને પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચકાસણી અને વેરિફિકેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. હર્ષ સંઘવીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે નિર્દોષ ખાતાધારકોના એકાઉન્ટમાં સાયબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોવા છતાં પૈસા આવી ગયા હોય, તેમનું વેરિફિકેશન કરવામાં આવે અને તેમને બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. આ ડ્રાઇવનો અંતિમ ધ્યેય ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો છે.

8-Dec-2025, 03:29:49 PMહર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઓપરેશન મ્યૂલ હન્ટ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવાનો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત, વિવિધ સાયબર ગુનાઓના વિગતવાર વિશ્લેષણ બાદ બેંકોથી લઈને પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચકાસણી અને વેરિફિકેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. હર્ષ સંઘવીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે નિર્દોષ ખાતાધારકોના એકાઉન્ટમાં સાયબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોવા છતાં પૈસા આવી ગયા હોય, તેમનું વેરિફિકેશન કરવામાં આવે અને તેમને બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. આ ડ્રાઇવનો અંતિમ ધ્યેય ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો છે.

8-Dec-2025, 01:07:48 PMહોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ- 9માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ થશે.

8-Dec-2025, 11:51:12 AMસાયબર ઠગાઈ આચરતી ગેંગના 10 આરોપીઓની ધરપકડ

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક મોટી સફળતા હાંસલ કરી છે, જેમાં દેશભરમાંથી આશરે ₹719 કરોડની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ આચરતી ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દેશના વિવિધ રાજ્યોમાં બેંકોમાં 'મ્યુલ એકાઉન્ટ્સ' ખોલાવી, તેમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં જમા કરાવતી હતી. ત્યારબાદ, આ નાણાંને રોકડ અથવા ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને 'આંગડિયા' અથવા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર-ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતા સાયબર ક્રાઈમ સિન્ડિકેટના સભ્યોને મોકલવામાં આવતા હતા. આ ધરપકડ દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા નાણાકીય ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

8-Dec-2025, 10:15:27 AMરાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેદીનો આપઘાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક કેદી દ્વારા આપઘાત કરવામા આવ્યો હોવાના અહેવાલ છે. કેદી રાજેન્દ્ર રાઠોડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જે દરમિયાન પ્રિઝનલ વોર્ડમાં કેદીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

8-Dec-2025, 08:30:07 AMકંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ

કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દબાણો કુલ 100 એકરની જમીન પર ફેલાયેલા હતા, જેની કિંમત આશરે રૂ.250 કરોડ જેટલી આંકવામાં આવી છે. પોર્ટની કિંમતી જમીન પરના આ મોટા પાયાના દબાણને હટાવવાની કામગીરી સુરક્ષા અને વહીવટી તંત્રની મદદથી કરવામાં આવી રહી છે.