LIVE BLOG

Gujarat News Today Live: પશુ ફર્ટિલિટી સુધારણા કાર્યક્રમના બે તબક્કા પૂર્ણ, 5.40 લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર અપાઈ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 09 Dec 2025 07:54 AM (IST)Updated: Tue 09 Dec 2025 02:37 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-09-december-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-652005

Gujarat News Today Live:  ગુજરાતમાં દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકાયેલા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” (FIP)ના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 6,254 પસંદ કરાયેલા ગામોમાંથી 5334 ગામોમાં કુલ 10,712 પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી અત્યાર સુધીમાં 3.34 લાખથી વધુ પશુપાલકોના 5.40 લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગાભણ ન થતા હોય તેવા 3.89 લાખથી વધુ પશુઓને વિશેષ જાતિય સારવાર પૂરી પાડવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી FIP અભિયાનને કારણે રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં 20 થી 30 ટકાનો સુધારો આવવાની અપેક્ષા છે, જે રાજ્યના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં ફાળો આપશે.

9-Dec-2025, 02:36:43 PMપશુ ફર્ટિલિટી સુધારણા કાર્યક્રમના બે તબક્કા પૂર્ણ

ગુજરાતમાં દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકાયેલા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” (FIP)ના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 6,254 પસંદ કરાયેલા ગામોમાંથી 5334 ગામોમાં કુલ 10,712 પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી અત્યાર સુધીમાં 3.34 લાખથી વધુ પશુપાલકોના 5.40 લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગાભણ ન થતા હોય તેવા 3.89 લાખથી વધુ પશુઓને વિશેષ જાતિય સારવાર પૂરી પાડવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી FIP અભિયાનને કારણે રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં 20 થી 30 ટકાનો સુધારો આવવાની અપેક્ષા છે, જે રાજ્યના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં ફાળો આપશે.

9-Dec-2025, 12:53:17 PMસુરતના અમરોલીમાં પોલીસનું સઘન કોમ્બિંગ, 58 સામે કાયદેસરની કાર્યવાહી

સુરતના અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં પોલીસે શુક્રવારે સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ વ્યાપક કાર્યવાહીમાં ડીસીપી અને એસીપી કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસે અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને સ્ટાફની 6 વિશેષ ટીમો બનાવી હતી. પોલીસે કુલ 58 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

9-Dec-2025, 11:52:42 AM 'આઉટ ઓફ સ્કૂલ' બાળકોના અહેવાલ પર સરકારની સ્પષ્ટતા

ગુજરાતમાં અંદાજે 2.4 લાખ બાળકો શાળા શિક્ષણથી વંચિત (આઉટ ઓફ સ્કૂલ) હોવાના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલો વચ્ચે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ આંકડો વાર્ષિક સર્વેનો એક ભાગ હતો અને તેમાંથી 95 ટકાથી વધુ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. તાજેતરમાં કેટલાક વર્તમાનપત્રોમાં રાજ્યમાં 2,40,486 બાળકો શાળા બહાર હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા. 'સમગ્ર શિક્ષા' અભિયાન અંતર્ગત દર વર્ષે ડ્રોપ-આઉટ અને શાળા બહારના બાળકોને ઓળખી કાઢવા માટે એક વ્યાપક અને રૂટિન સર્વે હાથ ધરવામાં આવે છે. વર્ષ 2024-25 દરમિયાન આ પ્રક્રિયામાં કુલ 2,40,486 બાળકોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. આ પ્રયાસોના પરિણામ સ્વરૂપે, કુલ ઓળખી કાઢવામાં આવેલા 2.40 લાખ બાળકો પૈકી 2,30,196 બાળકોને વર્ષ 2025-26 માટે શાળામાં સફળતાપૂર્વક પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.

9-Dec-2025, 10:26:01 AMઅરવિંદ કેજરીવાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂતોને મળશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રવાસનો ત્રીજો દિવસ છે. તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂતો અને AAP નેતાઓને મળશે. સવારે 11 વાગ્યે જેલમાં બંધ ખેડૂતો અને AAP નેતાઓને મળવા જશે. કડદા પ્રથાના વિરોધમાં આંદોલન ચલાવનાર AAP નેતાઓ સાથે મુલાકાત કરશે.

9-Dec-2025, 07:54:16 AMઆઈઆઈએમ-અમદાવાદમાં પણ શરૂ  કરાશે જેન ઝી પોસ્ટ ઓફિસ

આઈઆઈટી ગાંધીનગર બાદ હવે આઈઆઈએમ-અમદાવાદ (IIM-A) ખાતે પણ અત્યાધુનિક સુવિધાઓ સાથેની જેન ઝી પોસ્ટ ઓફિસ’ શરૂ કરવામાં આવશે.વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટ મોકલવા પર ખાસ ડિસ્કાઉન્ટ મળશે તેમજ પાર્સલ પેકેજિંગ, ફિલેટેલી અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓનો લાભ મળશે.