Gujarat News Today Live 1 April, 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત ભાવનગર ઝોન હેઠળની 28 નગરપાલિકાઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બાંધકામ અને જમીન વિકાસ પરવાનગી સંબંધિત એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ટ્રેનિંગ ટુડે ફોર સ્માર્ટર સિટીઝ ટુમોરો' થીમ હેઠળ યોજાયેલા આ ક્ષમતાવર્ધન તાલીમનો મુખ્ય હેતુ નગરપાલિકાઓની બાંધકામ અને જમીન વિકાસ પરવાનગીની કામગીરીને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવાનો હતો, જેથી ભવિષ્યમાં શહેરોનો વિકાસ વધુ ઝડપી અને સુચારુ બની શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવાનો છે.
1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરથી 16 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. શાહીબાગથી શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વાયુદેવતા મંદિર સુધી પહોંચશે. આ વર્ષે શોભાયાત્રામાં વિવિધ વિષયો આધારિત કલાત્મક ફ્લોટ્સ અને ઝાંખીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટના સુધીર રાવતે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વિધિવત રીતે ધ્વજ લહેરાવી યાત્રાને રવાના કરી હતી. હજારો શ્રદ્ધાળુઓની હાજરીને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી, એટલે કે 1 એપ્રિલથી શરૂ થઈ છે, જે 31 મે સુધી ચાલશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, કુલ 78,611 બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વની તારીખોની વાત કરીએ તો, 12 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને 17 જૂને ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે, જ્યારે પ્રથમ રાઉન્ડનું બેઠક ફાળવણી લિસ્ટ 25 જૂને પ્રસિદ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ACPCની સત્તાવાર વેબસાઇટ પર જઈને નોંધણી કરાવી શકે છે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 1લી જુલાઈથી થશે.