Gujarat News Today Live: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ધોળા દિવસે બે સિંહોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સિંધાજ ગામના રમેશભાઈ લખાભાઈ વાઢેર પોતાની વાડીએથી બાજુની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બે નર સિંહોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રમેશભાઈને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમ છતાં તેમણે હિંમત દાખવી બૂમો પાડી અને પ્રતિકાર કરતા સિંહો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રમેશભાઈને વધુ સારવાર માટે કોડીનારની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ધોળા દિવસે બે સિંહોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સિંધાજ ગામના રમેશભાઈ લખાભાઈ વાઢેર પોતાની વાડીએથી બાજુની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બે નર સિંહોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રમેશભાઈને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમ છતાં તેમણે હિંમત દાખવી બૂમો પાડી અને પ્રતિકાર કરતા સિંહો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રમેશભાઈને વધુ સારવાર માટે કોડીનારની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ સેક્ટરના અગ્રણી ગણાતા વિનોદ ટેક્સટાઇલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે મંગળવારે વહેલી સવારથી મેગા રેડ પાડી છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટ સહિત કુલ 35 સ્થળોએ 150થી વધુ અધિકારીઓની ટીમે એકસાથે તપાસ હાથ ધરી હતી. વિનોદ મિત્તલ, તેમના ભાઈઓ અને ભાગીદારોના નિવાસસ્થાનો, ઓફિસો અને ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને મોટા પાયે કરચોરી થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ હવાલાના વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) 2025 અંતર્ગત મતદાર યાદી ડિજિટાઇઝેશનની 99.93 ટકા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આ ઝૂંબેશના ભાગરૂપે, જિલ્લાના કુલ 21 વિધાનસભા મતવિભાગના પ્રત્યેક બૂથ પર બૂથ લેવલ એજન્ટ (BLA) અને બૂથ લેવલ ઓફિસર (BLO)ની બેઠકો યોજી તેમને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે એવા નાગરિકોને અપીલ કરી છે કે જેમણે હજી સુધી તેમના એન્યુમરેશન ફોર્મ જમા કરાવ્યા નથી, તેઓ સત્વરે આ ફોર્મ જમા કરાવે. વધુમાં, આગામી 16મી ડિસેમ્બરે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં જો કોઈ નાગરિકનું નામ ન હોય, તો પણ તેઓ ફોર્મ-6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે તેવી જાણકારી આપવામાં આવી હતી.