UpdatedIST

LIVE BLOG

Gujarat News Today Live: ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે નવી દિલ્હીમાં એમ.ઓ.યુ.થયા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 20 Feb 2026 06:15 AM (IST)Updated: Fri 20 Feb 2026 03:42 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-20-february-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-695382

Gujarat News Today Live, 20 February, 2026: નવી દિલ્હીમાં યોજાઈ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત, ગુજરાત સરકારે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ સમિટ દરમિયાન, ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમા વચ્ચે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ, ધોલેરા SIR ખાતે 250 મેગાવોટનું હાઇ પર સ્કેલ અને ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવામાં આવશે, જેમાં L&T વ્યોમા રૂ. 25,000 કરોડનું ભવ્ય રોકાણ કરશે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં થયેલો આ પ્રોજેક્ટ સંભવત: 2028 સુધીમાં કાર્યરત થઈ જશે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ટેક ટેલેન્ટનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે ગુજરાતે પણ AI અને ડિજિટલ ગવર્નન્સ માટે બજેટમાં રૂ. 850 કરોડની ફાળવણી કરીને આ ક્ષેત્રે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે.

20-Feb-2026, 03:41:02 PMધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે MoU થયા

નવી દિલ્હીમાં યોજાઈ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત, ગુજરાત સરકારે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ સમિટ દરમિયાન, ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમા વચ્ચે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ, ધોલેરા SIR ખાતે 250 મેગાવોટનું હાઇ પર સ્કેલ અને ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવામાં આવશે, જેમાં L&T વ્યોમા રૂ. 25,000 કરોડનું ભવ્ય રોકાણ કરશે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં થયેલો આ પ્રોજેક્ટ સંભવત: 2028 સુધીમાં કાર્યરત થઈ જશે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ટેક ટેલેન્ટનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે ગુજરાતે પણ AI અને ડિજિટલ ગવર્નન્સ માટે બજેટમાં રૂ. 850 કરોડની ફાળવણી કરીને આ ક્ષેત્રે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે.

20-Feb-2026, 03:11:04 PMપરાડાના કુંભઘાટ નજીક ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની આ રાજ્યની પ્રથમ મુલાકાત છે. આજે તેઓ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સાથે મહત્વની બેઠક યોજીને ચર્ચા કરશે. આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન નિતિન નવીન ગુજરાતના ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે પણ બેઠકો યોજશે. આ ઉપરાંત, આવતીકાલે તેઓ ગિફ્ટ સિટીની મુલાકાત પણ લેશે.

20-Feb-2026, 12:23:48 PMભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

20-Feb-2026, 12:22:03 PMરાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ

આજે 20 ફેબ્રુઆરીએ વહેલી સવારથી સુરત, અંકલેશ્વર, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. લગ્નની સિઝન પરાકાષ્ઠાએ હોવાથી ખુલ્લા મેદાન અને પાર્ટી પ્લોટમાં તૈયાર કરાયેલા મંડપ તેમજ શણગાર પલળી જતાં ભારે નુકસાન થયું છે અને પ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. બીજી તરફ, કપાસ સહિતના ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોએ એક જ દિવસમાં ઠંડી, ગરમી અને વરસાદ એમ ત્રણ ઋતુનો મિશ્ર અનુભવ કર્યો છે.

20-Feb-2026, 09:25:28 AMગુજરાતમાં કમોસમી વરસાદ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન પ્રસિદ્ધ થનારી જાહેરાતો માટેનું વાર્ષિક ભરતી કેલેન્ડર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અંદાજિત 329 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે આખા વર્ષ દરમિયાન પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોને પોતાના અભ્યાસનું આગોતરું આયોજન કરવામાં મોટી મદદ મળશે.

20-Feb-2026, 08:37:57 AMGPSC ભરતી કેલેન્ડર 2026 જાહેર

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આગામી 23 ફેબ્રુઆરીથી યોજાનાર મેગા ડિમોલિશન સામે રહેવાસીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મનપાએ આ વિસ્તારને 2017માં 'સ્લમ નોટિફાઈડ એરિયા' જાહેર કર્યો હોવા છતાં પુનઃવસન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી ન હોવાની ધારદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી છે. 515 પરિવારોએ રોડ કપાત કે વિકાસનો વિરોધ ન હોવાનું જણાવી માત્ર વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી છે, જે અંગે આજે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. બીજી તરફ, તંત્ર દ્વારા સુરક્ષા માટે 4 DCP અને 2000થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એડવાન્સ સિક્યોરિટી એલર્ટ પણ જાહેર કરાયું છે.

20-Feb-2026, 08:27:44 AMજંગલેશ્વર ડિમોલિશન મુદ્દે  515 રહેવાસીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, આજે સુનાવણી

આણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો અને ભાડું વસૂલવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આજે વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ટેક્સ વિભાગે ગણેશ ચોકડી વિસ્તારમાં ₹3.39 લાખનો વેરો બાકી હોવાથી 5 દુકાનો સીલ કરી હતી, જ્યારે શોપ એક્ટ વિભાગે ચર્ચ શોપિંગ સેન્ટર અને ડૉ. એચ. એમ. પટેલ માર્કેટની 3 દુકાનો ₹3.86 લાખનું ભાડું ન ચૂકવવા બદલ સીલ કરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે મિલકત ધારકો 31 માર્ચ 2026 સુધીમાં પોતાનો બાકી વેરો કે ભાડું જમા નહીં કરાવે, તેમની સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

20-Feb-2026, 06:15:27 AMઆણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા મામલે વધુ 8 દુકાનો સીલ

આણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો અને ભાડું વસૂલવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આજે વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ટેક્સ વિભાગે ગણેશ ચોકડી વિસ્તારમાં ₹3.39 લાખનો વેરો બાકી હોવાથી 5 દુકાનો સીલ કરી હતી, જ્યારે શોપ એક્ટ વિભાગે ચર્ચ શોપિંગ સેન્ટર અને ડૉ. એચ. એમ. પટેલ માર્કેટની 3 દુકાનો ₹3.86 લાખનું ભાડું ન ચૂકવવા બદલ સીલ કરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે મિલકત ધારકો 31 માર્ચ 2026 સુધીમાં પોતાનો બાકી વેરો કે ભાડું જમા નહીં કરાવે, તેમની સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.