UpdatedIST

LIVE BLOG

Gujarat News Today Live:  જામનગરના સિક્કામાં એસઓજીનો દરોડો, 2.06 કરોડના એમ્બરગ્રીસ સાથે એક શખ્સ ઝડપાયો

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 23 Feb 2026 06:37 AM (IST)Updated: Mon 23 Feb 2026 08:52 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-23-february-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb-697002

Gujarat News Today Live, 23 February, 2026: જામનગરના સિક્કા ગામે એસ.ઓ.જી. (SOG) ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઈમામ ચોક વિસ્તારમાં રહેતા ઈમરાન દાઉદ ભાયા નામના શખ્સને તેના ઘરેથી રૂ. 2.06 કરોડની કિંમતના વ્હેલ માછલીના ઉલટીના જથ્થા (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધો છે. પોલીસને તેના ઘરના રસોડામાંથી 2.069 કિલો એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ જથ્થો તેને સિક્કાના દરિયાકાંઠેથી મળ્યો હતો અને તે તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં હતો. હાલ પોલીસે આ જથ્થો કબજે કરી નમૂના પરીક્ષણ માટે એફ.એસ.એલ. (FSL) મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

23-Feb-2026, 08:52:53 AMપોલીસ અને મનપાના કર્મીઓ જંગલેશ્વર પહોંચી

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે શેઠ હાઇસ્કૂલ ખાતેથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને મનપાના કર્મચારીઓની ટીમો રવાના થઈ છે. આ ટીમો સિટી બસો સહિતના વાહનોમાં સવાર થઈને નીકળી છે. કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને પાણી અને કેળાનો જથ્થો પણ સાથે આપવામાં આવ્યો છે, જેથી તેઓ કાર્ય દરમિયાન આરામથી કામ કરી શકે.

23-Feb-2026, 06:37:57 AMસિક્કામાં 2.06 કરોડના એમ્બરગ્રીસ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરના સિક્કા ગામે એસ.ઓ.જી. (SOG) ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઈમામ ચોક વિસ્તારમાં રહેતા ઈમરાન દાઉદ ભાયા નામના શખ્સને તેના ઘરેથી રૂ. 2.06 કરોડની કિંમતના વ્હેલ માછલીના ઉલટીના જથ્થા (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધો છે. પોલીસને તેના ઘરના રસોડામાંથી 2.069 કિલો એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ જથ્થો તેને સિક્કાના દરિયાકાંઠેથી મળ્યો હતો અને તે તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં હતો. હાલ પોલીસે આ જથ્થો કબજે કરી નમૂના પરીક્ષણ માટે એફ.એસ.એલ. (FSL) મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.