Gujarat News Today Live, 23 February, 2026: જામનગરના સિક્કા ગામે એસ.ઓ.જી. (SOG) ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઈમામ ચોક વિસ્તારમાં રહેતા ઈમરાન દાઉદ ભાયા નામના શખ્સને તેના ઘરેથી રૂ. 2.06 કરોડની કિંમતના વ્હેલ માછલીના ઉલટીના જથ્થા (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધો છે. પોલીસને તેના ઘરના રસોડામાંથી 2.069 કિલો એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ જથ્થો તેને સિક્કાના દરિયાકાંઠેથી મળ્યો હતો અને તે તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં હતો. હાલ પોલીસે આ જથ્થો કબજે કરી નમૂના પરીક્ષણ માટે એફ.એસ.એલ. (FSL) મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે શેઠ હાઇસ્કૂલ ખાતેથી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને મનપાના કર્મચારીઓની ટીમો રવાના થઈ છે. આ ટીમો સિટી બસો સહિતના વાહનોમાં સવાર થઈને નીકળી છે. કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને પાણી અને કેળાનો જથ્થો પણ સાથે આપવામાં આવ્યો છે, જેથી તેઓ કાર્ય દરમિયાન આરામથી કામ કરી શકે.
જામનગરના સિક્કા ગામે એસ.ઓ.જી. (SOG) ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઈમામ ચોક વિસ્તારમાં રહેતા ઈમરાન દાઉદ ભાયા નામના શખ્સને તેના ઘરેથી રૂ. 2.06 કરોડની કિંમતના વ્હેલ માછલીના ઉલટીના જથ્થા (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધો છે. પોલીસને તેના ઘરના રસોડામાંથી 2.069 કિલો એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ જથ્થો તેને સિક્કાના દરિયાકાંઠેથી મળ્યો હતો અને તે તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં હતો. હાલ પોલીસે આ જથ્થો કબજે કરી નમૂના પરીક્ષણ માટે એફ.એસ.એલ. (FSL) મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.