Gujarat Local Body Elections 2026: રાજ્યની 34 જિલ્લા પંચાયતો માટે પ્રમુખોની અનામત બેઠકોની ફાળવણી જાહેર, જાણો કઇ બેઠક કોના માટે અનામત

અનુસૂચિત જનજાતિ (STs): કુલ 8 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ ST વર્ગ માટે અનામત રહેશે. આ જિલ્લાઓમાં આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 27 Mar 2026 12:40 PM (IST)Updated: Fri 27 Mar 2026 12:40 PM (IST)
gujarat-local-body-elections-2026-category-wise-rotations-for-district-and-taluka-presidents-716412

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે એવું માનવામાં આવી રહ્યું છેકે આવતા મહિનાના અંત સુધી ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ગઇકાલે 34 જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના પ્રમુખોની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 8, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 7 અને બિનઅનામત-સામાન્ય વર્ગ માટે 17 બેઠકો ફાળવવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમાણે જાણો અનામત ફાળવણી

અનુસૂચિત જાતિ (SCs): પ્રમુખ પદ માટે કુલ 2 બેઠકો અનામત રાખવામાં આવી છે. આમાં દેવભૂમિ દ્વારકા અને વાવ-થરાદ (બનાસકાંઠા) નો સમાવેશ થાય છે અને આ બંને બેઠકો SC મહિલાઓ માટે અનામત છે.

અનુસૂચિત જનજાતિ (STs): કુલ 8 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ ST વર્ગ માટે અનામત રહેશે. આ જિલ્લાઓમાં આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. તેમાંથી દાહોદ, કચ્છ, નર્મદા અને તાપી જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો ST મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBCs): કુલ 7 બેઠકો પર SEBC અનામત લાગુ કરાઈ છે. આમાં અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ પૈકી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડની બેઠકો SEBC મહિલાઓ માટે ફાળવાઈ છે.

બિનઅનામત (સામાન્ય / General): કુલ 17 જિલ્લા પંચાયતોને સામાન્ય વર્ગમાં રાખવામાં આવી છે. આ જિલ્લાઓમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ પૈકી અમરેલી, ભરૂચ, બોટાદ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, નવસારી અને પોરબંદરની બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટેની અનામત બેઠકોની ફાળવણી

જિલ્લાનું નામઅનુસૂચિત જાતિ (SC)અનુસૂચિત જનજાતિ (ST)સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)બિનઅનામત / સામાન્ય (General)
અમદાવાદદેત્રોજ (મહિલા)કોઈ નહીંમાંડલ, સાણંદ (મહિલા)બાવળા (મહિલા), દસક્રોઈ (મહિલા), ધંધુકા (મહિલા), ધોલેરા, ધોળકા, વિરમગામ
અમરેલીસાવરકુંડલા (મહિલા)કોઈ નહીંલાઠી (મહિલા), લીલીયા, રાજુલા (મહિલા)અમરેલી (મહિલા), બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ (મહિલા), ખાંભા, કુંકાવાવ વડીયા (મહિલા)
આણંદકોઈ નહીંકોઈ નહીંઆણંદ, આંકલાવ (મહિલા)બોરસદ (મહિલા), ખંભાત, પેટલાદ, સોજિત્રા (મહિલા), તારાપુર, ઉમરેઠ (મહિલા)
અરવલ્લીબાયડ (મહિલા)ભિલોડા (મહિલા), મેઘરજ, શામળાજીમાલપુર, મોડાસા (મહિલા)ધનસુરા (મહિલા), સાઠંબા
બનાસકાંઠાડીસા (મહિલા)હડાદઓગડ (મહિલા), પાલનપુર, વડગામ (મહિલા)અમીરગઢ, દાંતા (મહિલા), દાંતીવાડા (મહિલા), ધાનેરા, કાંકરેજ
ભરૂચકોઈ નહીંઝઘડિયા (મહિલા), નેત્રંગ, વાલિયાઅંકલેશ્વરઆમોદ, ભરૂચ (મહિલા), હાસોટ, જંબુસર (મહિલા), વાગરા (મહિલા)
ભાવનગરતળાજાકોઈ નહીંસિહોર (મહિલા), ઉમરાળા, વલ્લભીપુર (મહિલા)ભાવનગર, ગારિયાધાર, ઘોઘા (મહિલા), જેસર, મહુવા (મહિલા), પાલીતાણા (મહિલા)
બોટાદકોઈ નહીંકોઈ નહીંબરવાળાબોટાદ, ગઢડા (મહિલા), રાણપુર (મહિલા)
છોટાઉદેપુરકોઈ નહીંછોટાઉદેપુર, જેતપુર-પાવી (મહિલા), કવાંટ (મહિલા), નસવાડીકડવાળબોડેલી (મહિલા), સંખેડા
દાહોદકોઈ નહીંદાહોદ, દેવગઢ બારિયા (મહિલા), ધાનપુર (મહિલા), ફતેપુરા (મહિલા), ગરબાડા (મહિલા), ગોવિંદ ગુરુ લીમડી (મહિલા), ઝાલોદ, લીમખેડા, સંજેલી, સિંગવડ (મહિલા), સુખસરકોઈ નહીંકોઈ નહીં
ડાંગકોઈ નહીંઆહવા (મહિલા), સુબીર, વધઈ (મહિલા)કોઈ નહીંકોઈ નહીં
દેવભૂમિ દ્વારકાકોઈ નહીંકોઈ નહીંદ્વારકા (મહિલા)ભાણવડ, કલ્યાણપુર (મહિલા), ખંભાળિયા
ગાંધીનગરકોઈ નહીંકોઈ નહીંમાણસાદહેગામ (મહિલા), ગાંધીનગર (મહિલા), કલોલ
ગીર સોમનાથવેરાવળકોઈ નહીંગીર ગઢડા, ઉના (મહિલા)કોડીનાર (મહિલા), સુત્રાપાડા (મહિલા), તાલાલા
જામનગરકાલાવાડ (મહિલા)કોઈ નહીંજામજોધપુર (મહિલા), જામનગરધ્રોલ, જોડિયા (મહિલા), લાલપુર
જૂનાગઢભેંસાણકોઈ નહીંજૂનાગઢ, કેશોદ (મહિલા)માળીયા હાટીના (મહિલા), માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી (મહિલા), વિસાવદર (મહિલા)
ખેડાકપડવંજકોઈ નહીંફાગવેલ (મહિલા), માતર (મહિલા), નડિયાદગળતેશ્વર (મહિલા), કઠલાલ (મહિલા), ખેડા, મહુધા, મહેમદાવાદ, ઠાસરા (મહિલા), વસો
કચ્છલખપતકોઈ નહીંનખત્રાણા (મહિલા), રાપરઅબડાસા, અંજાર, ભચાઉ (મહિલા), ભુજ (મહિલા), માંડવી (મહિલા), મુંદ્રા (મહિલા)
મહિસાગરકોઈ નહીંગોધર, કડાણા, સંતરામપુર (મહિલા)ખાનપુરબાલાસિનોર, કોઠંબા (મહિલા), લુણાવાડા (મહિલા), વીરપુર (મહિલા)
મહેસાણાબેચરાજીકોઈ નહીંઊંઝા (મહિલા), વડનગર, વિજાપુર (મહિલા)જોટાણા (મહિલા), કડી, ખેરાલુ (મહિલા), મહેસાણા, સતલાસણા (મહિલા), વિસનગર
મોરબીકોઈ નહીંકોઈ નહીંવાંકાનેરહળવદ (મહિલા), માળિયા મિયાણા, મોરબી (મહિલા), ટંકારા
નર્મદાકોઈ નહીંચીકદા, ડેડીયાપાડા (મહિલા), ગરુડેશ્વર (મહિલા), નાંદોદ, સાગબારા, તિલકવાડા (મહિલા)કોઈ નહીંકોઈ નહીં
નવસારીકોઈ નહીંવાંસદા, ચીખલી (મહિલા), ખેરગામ (મહિલા)ગણદેવી (મહિલા)જલાલપોર, નવસારી
પંચમહાલકોઈ નહીંઘોઘંબા (મહિલા)જાંબુઘોડા (મહિલા)ગોધરા (મહિલા), હાલોલ (મહિલા), કાલોલ, મોરવા હડફ, શહેરા
પાટણરાધનપુરકોઈ નહીંચાણસ્મા (મહિલા), સિદ્ધપુરહારીજ, પાટણ (મહિલા), સમી (મહિલા), સાંતલપુર (V), સરસ્વતી (મહિલા), શંખેશ્વર (મહિલા)
પોરબંદરકોઈ નહીંકોઈ નહીંપોરબંદરકુતિયાણા (મહિલા), રાણાવાવ
રાજકોટરાજકોટ (મહિલા)કોઈ નહીંધોરાજી (મહિલા), ઉપલેટા, વિંછીયા (મહિલા)ગોંડલ, જામકંડોરણા, જસદણ (મહિલા), જેતપુર (મહિલા), કોટડા સાંગાણી, લોધિકા, પડધરી (મહિલા)
સાબરકાંઠાહિંમતનગરખેડબ્રહ્મા (મહિલા), પોશીના, વિજયનગરઈડર (મહિલા)પ્રાંતિજ (મહિલા), તલોદ (મહિલા), વડાલી
સુરતકોઈ નહીંઅંબિકા (મહિલા), અરેઠ, બારડોલી, મહુવા, માંડવી (મહિલા), માંગરોળ (મહિલા), ઉમરપાડા (મહિલા)ઓલપાડચોર્યાસી, કામરેજ, પલસાણા (મહિલા)
સુરેન્દ્રનગરસાયલા (મહિલા)કોઈ નહીંચોટીલા, થાન, વઢવાણ (મહિલા)ચુડા (મહિલા), દસાડા (મહિલા), ધ્રાંગધ્રા, લખતર (મહિલા), લીંબડી, મૂળી
તાપીકોઈ નહીંડોલવણ, કુકરમુંડા (મહિલા), નિઝર (મહિલા), સોનગઢ, ઉચ્છલ, ઉકાઈ (મહિલા), વાલોડ, વ્યારા (મહિલા)કોઈ નહીંકોઈ નહીં
વડોદરાશિનોર (મહિલા)વાઘોડિયા (મહિલા)ડભોઇ (મહિલા), વડોદરાદેસર, કરજણ (મહિલા), પાદરા, સાવલી
વલસાડકોઈ નહીંધરમપુર (મહિલા), કપરાડા, નાનાપોંઢા (મહિલા), પારડી (મહિલા), ઉમરગામવલસાડકોઈ નહીં
વાવ-થરાદધરણિધર (મહિલા)કોઈ નહીંરાહ (મહિલા), સુઇગામભાભર, દિયોદર (મહિલા), લાખણી, થરાદ (મહિલા), વાવ