Gujarat News Today Live: 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી માટે આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સભામાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા ચૂંટણી જીતવા માટે જોમ પૂર્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને કાર્યકર્તાઓના ઉત્સાહ વચ્ચે ભૃગુરાજસિંહ ચૌહાણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી માટે આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સભામાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા ચૂંટણી જીતવા માટે જોમ પૂર્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને કાર્યકર્તાઓના ઉત્સાહ વચ્ચે ભૃગુરાજસિંહ ચૌહાણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરતના સચિન વાંજ ગામ ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે, એક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી ગમખ્વાર અકસ્માત સજર્યો હતો. જયારે ટ્રકની ટક્કરને પગલે બાઈક સવાર પરિવારના ત્રણ સભ્યો રોડ પર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં આ અકસ્માતમાં ગમીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું કરુણ મોત નીપજયું હતું જ્યારે તેની માતા અને અન્ય સભ્યને ઈજાઓ પહોંચી હતી.એટલું જ નહી આ અકસ્માતને અંજામ આપ્યા બાદ ટ્રેક ચાલક સ્થળ પરથી નાસી છૂટયો હતો.
ભુજની આર.ટી.ઓ. કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા કચેરીના ખૂણેખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે અરજદારો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે 'નિરીક્ષર' જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નિવેદનને માત્ર 6 કરોડ ગુજરાતીઓનું જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન સપૂતોનું પણ અપમાન ગણાવવામાં આવી રહ્યું હોવાનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. તેમણે ખડગે દ્વારા માફી માગવામાં આવે તેવી માગ કરી છે. ભાજપ દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા જણાવાયું છે કે, જે ધરતીએ દેશને આઝાદી અને અખંડિતતાની રાહ ચીંધી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા મજબૂત નેતૃત્વ આપ્યું છે, તેની અસ્મિતા પર સવાલ ઉઠાવવો કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. ગુજરાત પ્રત્યેની આ વારંવારની દ્વેષપૂર્ણ ભાવના આગામી સમયમાં રાજ્યમાંથી કોંગ્રેસના સંપૂર્ણ 'વિસર્જન' તરફ સંકેત કરી રહી હોવાનું પણ આ પ્રહારમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.