Gujarat Police Recruitment: ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ પર બમ્પર ભરતી, 3 ડિસેમ્બરથી ફોર્મ ભરાશે; જાણો લાયકાતની સંપૂર્ણ વિગત

ગુજરાત પોલીસમાં PSI અને LRD સહિત કુલ 13,591 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત થઈ છે. 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 30 Nov 2025 11:50 AM (IST)Updated: Sun 30 Nov 2025 11:50 AM (IST)
gujarat-police-recruitment-13591-vacancies-psi-lrd-application-2025-647049

Gujarat Police Recruitment 2025: રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી અને ખાસ કરીને પોલીસ વિભાગમાં જોડાવાની સુવર્ણ તક આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક દળ (LRD) સહિત કુલ 13,591 જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS નિરજા ગોટરૂ દ્વારા 29 નવેમ્બરના રોજ આ અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Police Recruitment 2025: અરજી ક્યારે અને કેવી રીતે કરવી?

ઉમેદવારો આ ભરતી માટે 3 ડિસેમ્બર, 2025 થી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ https://gprb.gujarat.gov.in અથવા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.

Gujarat Police Recruitment 2025: ભરતી અને લાયકાતની સંપૂર્ણ વિગત

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)

કુલ 858 જગ્યાઓ PSI કેડર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) હોવા જરૂરી છે.

    લોકરક્ષક દળ (LRD)

    કુલ 12,733 જગ્યાઓ LRD કેડર માટે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

      પોસ્ટનું નામખાલી જગ્યા
      બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર659
      હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર129
      જેલર ગ્રુપ-270
      કુલ858

      રાજ્યના હજારો યુવાનો લાંબા સમયથી આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા. હવે 3 ડિસેમ્બરથી શરૂ થતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વેબસાઇટ પર મૂકવામાં આવેલી સત્તાવાર માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચી લેવી હિતાવહ છે.

      પોસ્ટનું નામખાલી જગ્યા
      બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ6,942
      હથિયારી પોલીસ કોન્સ્ટેબલ2,458
      SRFP કોન્સ્ટેબલ3,002
      જેલ સિપાઈ (પુરૂષ)300
      જેલ સિપાઈ (મહિલા/મેટ્રન)31
      કુલ12,733