Gujarat Weather News: શિયાળાની વિદાય અને ઉનાળાના આગામન વચ્ચે માઠા સામાચાર આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર માવઠાનો ઓછાયો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના અમુક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. માવઠાની આગાહીને પગેલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અનુસાર, હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતા છે. આ કમોસમી વરસાદ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રૉફ એમ ત્રણ હવામાન પ્રણાલીઓ સક્રિય બની છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશાના પવનોની ગતિ તેજ રહેશે. 18 ફેબ્રુઆરીના રોજ કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જોકે ત્યારબાદ 19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પંચમહાલ, દાહોદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડી અને ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લા અને દાહોદ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે. તેમજ બનાસકાંઠાના અંબાજીમાં પણ માવઠું વરસ્યું હોવાની વિગતો છે. એકાએક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
