UpdatedIST

Gujarat Weather Today: રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો, અમદાવાદ સહિત 9 શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી ઉપર નોંધાયું

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 22 Feb 2026 07:18 PM (IST)Updated: Sun 22 Feb 2026 07:19 PM (IST)
gujarat-weather-temperature-crosses-35-c-in-9-cities-including-ahmedabad-696743

Gujarat Weather: ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો છે, જેમાં અમદાવાદ સહિત કુલ નવ શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત, આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે, જે બાદ કોઈ મોટો ફેરફાર નહીં થાય.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત, આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદ માટે સ્થાનિક આગાહી મુજબ, આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 35.9 ડિગ્રી, રાજકોટમાં 35.9, અમદાવાદમાં 35.4, સુરતમાં 35.4, કેશોદમાં 35.3, વડોદરામાં 35.2, ભુજમાં 35.2, ડીસામાં 35.1, સુરેન્દ્રનગરમાં 35, ગાંધીનગરમાં 34.8, કંડલા પોર્ટમા 34.4, પોરબંદરમાં 34.2, ભાવનગરમાં 33.8, નલિયામાં 32.8, વલ્લભ વિદ્યાનગરમાં 32.6, મહુવામાં 32.6, વેરાવળમાં 31, દ્વારકામાં 28.6, ઓખામાં 28.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 12.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2, રાજકોટમાં 17, ડીસામાં 17.1, અમરેલીમાં 17.4, કેશોદમાં 17.6, ગાંધીનગરમાં 18, વલ્લભ વિદ્યાનગરમાં 18, મહુવામાં 18.1, અમદાવાદમાં 18.2, ઓખામાં 19, સુરતમાં 19.2, વડોદરામાં 19.2, ભુજમાં 19.2, કંડલા પોર્ટમાં 19.2, દ્વારકામાં 19.4, ભાવનગરમાં 20.1, સુરેન્દ્રનગરમાં 21.2, વેરાવળમાં 21.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર20-Feb21-Feb22-Feb
અમદાવાદ31.434.335.4
ડીસા34.234.835.1
ગાંધીનગર30.833.534.8
વલ્લભ વિદ્યાનગર31.332.332.6
વડોદરા31.835.435.2
સુરત34.836.835.4
ભુજ33.835.335.2
નલિયા3434.832.8
કંડલા પોર્ટ32.434.534.4
અમરેલી32.735.535.9
ભાવનગર3133.433.8
દ્વારકા32.633.828.6
ઓખા29.528.828.2
પોરબંદર35.235.434.2
રાજકોટ35.336.835.9
વેરાવળ35.133.231
સુરેન્દ્રનગર34.235.535
મહુવા33.235.232.6
કેશોદ34.635.635.3

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર20-Feb21-Feb22-Feb
અમદાવાદ20.520.318.2
ડીસા17.618.517.1
ગાંધીનગર19.419.818
વલ્લભ વિદ્યાનગર19.418.418
વડોદરા21.419.819.2
સુરત20.220.519.2
ભુજ18.21819.2
નલિયા15.815.212.5
કંડલા પોર્ટ192019.2
અમરેલી17.218.617.4
ભાવનગર22.42120.1
દ્વારકા19.620.219.4
ઓખા21.220.819
પોરબંદર16.420.516.2
રાજકોટ19.819.817
વેરાવળ20.421.121.5
સુરેન્દ્રનગર20.420.521.2
મહુવા20.319.518.1
કેશોદ15.720.317.6