Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક બાદ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે. આજે રાજ્યમાં રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે કેશોદમાં સૌથી ઓછું 15.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં અમુક સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે. આ જિલ્લાઓ સિવાય બાકીના તમામ વિસ્તારોમાં અને ત્યારબાદના ૬ દિવસો સુધી રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, અને ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત, લઘુત્તમ તાપમાનમાં આગામી 48 કલાક સુધી કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તેમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
આજે નોંધાયેલા મહત્તમ તામપાનની વાત કરીએ તો રાજકોટમાં 35.3 ડિગ્રી, પોરબંદરમાં 35.2, વેરાવળમાં 35.1, સુરતમાં 34.8, કેશોદમાં 34.6, ડીસામાં 34.2, સુરેન્દ્રનગરમાં 34.2, નલિયામાં 34, ભુજમાં 33.8, મહુવામાં 33.2, અમરેલીમાં 32.7, દ્વારકામાં 32.6, કંડલા પોર્ટમાં 32.4, વડોદરામાં 31.8, અમદાવાદમાં 31.4, વલ્લભ વિદ્યાનગરમાં 31.3, ભાવનગરમાં 31, ગાંધીનગરમાં 30.8, ઓખામાં 29.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 15.7 ડિગ્રી, નલિયામાં 15.8, પોરબંદરમાં 16.4, અમરેલીમાં 17.2, ડીસામાં 17.6, ભુજમાં 18.2, કંડલા પોર્ટમાં 19, વલ્લભ વિદ્યાનગરમાં 19.4, ગાંધીનગરમાં 19.4, દ્વારકામાં 19.6, રાજકોટમાં 19.8, સુરતમાં 20.2, મહુવામાં 20.4, વેરાવળમાં 20.4, સુરેન્દ્રનગરમાં 20.4, અમદાવાદમાં 20.5, ઓખામાં 21.2, વડોદરામાં 21.4, ભાવનગરમાં 22.4 ડિગ્રી લઘુત્તમ તામપાન નોંધાયું હતું.
ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન | |||
| શહેર | 18-Feb | 19-Feb | 20-Feb |
| અમદાવાદ | 34.2 | 31.5 | 31.4 |
| ડીસા | 34.3 | 33.2 | 34.2 |
| ગાંધીનગર | 31.4 | 33 | 30.8 |
| વલ્લભ વિદ્યાનગર | 31.3 | 31.3 | |
| વડોદરા | 33 | 33 | 31.8 |
| સુરત | 32.2 | 34.2 | 34.8 |
| ભુજ | 32.2 | 33.2 | 33.8 |
| નલિયા | 31 | 32.5 | 34 |
| કંડલા પોર્ટ | 33 | 33.2 | 32.4 |
| અમરેલી | 32.9 | 32.9 | 32.7 |
| ભાવનગર | 31.3 | 32 | 31 |
| દ્વારકા | 28.2 | 31.3 | 32.6 |
| ઓખા | 26.8 | 26.9 | 29.5 |
| પોરબંદર | 30.2 | 33.2 | 35.2 |
| રાજકોટ | 33.5 | 34.7 | 35.3 |
| વેરાવળ | 28.2 | 29.1 | 35.1 |
| સુરેન્દ્રનગર | 33.3 | 33.4 | 34.2 |
| મહુવા | 31 | 33 | 33.2 |
| કેશોદ | 32.2 | 34.4 | 34.6 |
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન | |||
| શહેર | 18-Feb | 19-Feb | 20-Feb |
| અમદાવાદ | 19.2 | 18.5 | 20.5 |
| ડીસા | 17.3 | 16.4 | 17.6 |
| ગાંધીનગર | 18.5 | 17.2 | 19.4 |
| વલ્લભ વિદ્યાનગર | 19.6 | 19.2 | 19.4 |
| વડોદરા | 19.4 | 19.4 | 21.4 |
| સુરત | 19.2 | 17.6 | 20.2 |
| ભુજ | 17.2 | 17.8 | 18.2 |
| નલિયા | 15.5 | 15.2 | 15.8 |
| કંડલા પોર્ટ | 18 | 18.2 | 19 |
| અમરેલી | 15 | 16.4 | 17.2 |
| ભાવનગર | 19 | 19.2 | 22.4 |
| દ્વારકા | 19 | 19 | 19.6 |
| ઓખા | 19.8 | 20.4 | 21.2 |
| પોરબંદર | 15 | 15.3 | 16.4 |
| રાજકોટ | 15.2 | 16 | 19.8 |
| વેરાવળ | 18.2 | 18.7 | 20.4 |
| સુરેન્દ્રનગર | 18 | 18.5 | 20.4 |
| મહુવા | 16.5 | 15.3 | 20.3 |
| કેશોદ | 14.5 | 13.5 | 15.7 |
