Ahmedabad: એલડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલમાં દુર્ઘટના, સ્લેબ ધરાશાઈ થયો; એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સોલા હોસ્પિટલ સારવાર લઈ રહ્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 15 Apr 2026 09:56 AM (IST)Updated: Wed 15 Apr 2026 09:56 AM (IST)
ld-engineering-college-hostel-slab-collapse-student-injured-728230
HIGHLIGHTS
  • એલ.ડી કોલેજની હોસ્ટેલમાં દુર્ઘટના
  • હોસ્ટેલના બી બ્લોકનો સ્લેબ તૂટ્યો
  • આ બનાવમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

LD College Hostel Slab Collapse: અમદાવાદ શહેરની પ્રખ્યાત એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે 15 એપ્રિલ, બુધવારના રોજ એક ગંભીર દુર્ઘટના બની છે. આજે સવારે હોસ્ટેલની છતનો સ્લેબ ધરાશાઈ થયો હતો. આ અણધારી ઘટનાના પગલે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બ્લોક-B છતનો ભાગ ધરાશાયી થયો

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બ્લોક નંબર બીમાં અચાનક જ છતની સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર એક વિદ્યાર્થી તેનો ભોગ બન્યો હતો. વિદ્યાર્થીની પીઠ પર સ્લેબ પડતા તેને ઈજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત સોલા હોસ્પિટલમાં દાખલ

સ્લેબ પડવાની ઘટના બાદ તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક વધુ સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલ ખાતે આ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ હોસ્ટેલના જર્જરિત બાંધકામ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.