Mango Prices in Ahmedabad (15 June 2026): સામાન્ય રીતે ચોમાસાના આગમન સાથે કેરીની સિઝન પૂર્ણ થઈ જતી હોય છે. આ વખતે ચોમાસું થોડું ખેંચાતા હજુ માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કેરી જોવા મળી રહી છે. વળી આજે કેરીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. આવો આજના કેરીના લેસ્ટ ભાવ પર નજર કરીએ.
અમદાવાદમાં 10 કિલોના બોક્સના અંદાજિત ભાવ
આ પણ વાંચો
| કેરીની જાત | 10 કિલો બોક્સનો ભાવ |
|---|---|
| કેસર કેરી (સામાન્ય ગુણવત્તા) | ₹700 થી ₹1,000 |
| કેસર કેરી (પ્રીમિયમ) | ₹1,000 થી ₹1,500 |
| ગીર કેસર (ઉત્તમ ગુણવત્તા) | ₹1,500 થી ₹2,000 |
| હાફુસ કેરી | ₹1,680 થી ₹3,000 |
બજારમાં શું સ્થિતિ?
કેરીના ચાહકો હજુ પણ સારા પ્રમાણમાં કેરી ખરીદી રહ્યા છે.
વરસાદ ખેંચાતા ફળ વિક્રેતાઓમાં થોડી રાહત છે, કારણ કે ચોમાસામાં કેરી બગડી જતી હોય છે.
અમદાવાદના ફળ બજારોમાં ગીર અને તાલાલા વિસ્તારની કેસર કેરીનું પ્રભુત્વ છે.
વિસ્તાર પ્રમાણે અને કેરીની ગુણવતા પ્રમાણે આ ભાવમાં વધારો-ઘટાડો જોવા મળે છે.
વેપારીઓ શું કહે છે?
ફળ વેપારીઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર તરફથી હજું કેરી સારી એવી આવી રહી છે. વરસાદના વિલંબથી આ વખતે સિઝન થોડી લાંબી સાચી છે. જે અમારા માટે સારી વાત છે.
ગોંડલ યાર્ડમાં કેરીના શું ભાવ છે?
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સના 300થી 850 ભાવ છે. બદામ કેરીના બોક્સના 300થી 400 છે. સૌથી સસ્તી તોતાપુરી વેંચાઈ હતી જેના 10 કિલોના ભાવ 100થી 250 બોલાયા હતા.
