Western Railway special trains: આગામી તહેવારો તેમજ રજાઓના સમયગાળા દરમિયાન ટ્રેનોમાં જોવા મળતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને પહોંચી વળવા માટે 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા માર્ચ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. આ વિસ્તૃત સેવાઓ બાંદ્રા ટર્મિનસ, ભાવનગર, ગાંધીધામ, ઉધના, ભુજ, વેરાવળ, ઓખા અને ગાંધીગ્રામ સહિતના વિવિધ સ્થળો વચ્ચે દોડશે, જે માટેનું બુકિંગ 8 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે.
ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ 27 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સ્પેશિયલ 26 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09055/09056 બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ
ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09056 ઉધના – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 28 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09038 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 29 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09009/09010 બાંદ્રા ટર્મિનસ – ભુજ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 29 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09010 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 30 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09011/09012 બાંદ્રા ટર્મિનસ – ભુજ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09011 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09012 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 25 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09017/09018 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ 29 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09018 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 30 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09035/09036 બાંદ્રા ટર્મિનસ – ઉધના દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ 28 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09036 ઉધના – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 27 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09561/09562 બાંદ્રા ટર્મિનસ – ઓખા સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09561 બાંદ્રા ટર્મિનસ – ઓખા સ્પેશિયલ 25 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09562 ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
ટ્રેન નંબર 09215/09216 ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ (અનારક્ષિત)
ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ – ભાવનગર સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી અને ટ્રેન નંબર 09216 ભાવનગર – ગાંધીગ્રામ સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી લંબાવાઈ છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને વિવિધ ગંતવ્ય સ્થાનો વચ્ચે ચાલતી 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી મુસાફરોને આગામી સમયમાં યાત્રા કરવામાં સરળતા રહેશે. ઉપર્યુક્ત તમામ આરક્ષિત ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 08 ફેબ્રુઆરી, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
