UpdatedIST

પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાત પરથી માવઠાનો ખતરો ટળ્યો, 26 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો છેલ્લો રાઉન્ડ 5 દિવસ લોકોને ધ્રુજાવશે

27 જાન્યુઆરીથી 3 દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જો કે વાદળો હાઈ લેવલ પર રહેવાના હોવાથી માવઠાની કોઈ શક્યતા નથી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 25 Jan 2026 12:15 AM (IST)Updated: Sun 25 Jan 2026 12:15 AM (IST)
paresh-goswami-ni-agahi-gujarat-braces-for-the-final-round-of-intense-cold-from-jan-26-679308
HIGHLIGHTS
  • સોમવારથી પવન સામાન્ય ગતિથી ફૂંકાવા લાગશે
  • ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ સામાન્ય ઠંડીનો ચમકારો રહેશે

Paresh Goswami Ni Agahi: દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે આવેલા કોલ્ડ ફ્રન્ટના કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાતના ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં પણ તીવ્ર ગતિથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનોના કારણે લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ઠંડી, વાદળછાયા વાતાવરણ અને માવઠાના ઝાપટા વિશે આગાહી કરી છે.

26 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો છેલ્લો રાઉન્ડ આવશે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે પવનની એવરેજ ગતિ 15 થી 20 કિમી પ્રતિકલાકની છે. જ્યારે ઝટકાના પવન હોય, ત્યારે ગતિ વધીને 25 કિલોમીટરની આસપાસ થઈ જતી હોય છે. આ પવન સામાન્ય કરતાં ઘણો વધારે છે. આવો પવન 25 જાન્યુઆરી મોડી રાત સુધી રહેશે. જ્યારે 26 જાન્યુઆરીથી પવનની ગતિ ઘટીને 12 થી 14 કિમી પ્રતિકલાકની થઈ જશે.

આગામી 26 જાન્યુઆરીથી શિયાળાની સિઝનનો ઠંડીનો છેલ્લો રાઉન્ડ આવશે. કાતિલ ઠંડીનો આ રાઉન્ડ 31 જાન્યુઆરી સુધી રહી શકે છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો રહશે, પરંતુ તે સામાન્ય રહેશે.

માવઠામાંથી મુક્તિ, પણ વાદળછાયું વાતાવરણ રહેશે
26 જાન્યુઆરીએ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની સાથે જ માવઠામાંથી મુક્તિ મળશે. હાલ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો ખુલ્લા થઈ ગયા છે. જો કે 27 થી 29 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઘાટા વાદળ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વાદળોની ઊંચાઈ થોડીક વધારે રહેવાની હોવાથી માવઠાનો ખતરો નહીં રહે.