UpdatedIST

રાજુ કરપડાનું AAPમાંથી રાજીનામુંઃ ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા અને પ્રવિણ રામે શું આપી પ્રતિક્રિયા

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ રાજુ કરપડાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છેકે, આજે ખેડૂત નેતા રાજુ કરપડાનું મને WhatsAppટપ પર રાજીનામું મળ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 11 Feb 2026 11:23 AM (IST)Updated: Wed 11 Feb 2026 11:23 AM (IST)
raju-karpada-resigns-from-aap-reactions-of-isudan-gadhvi-chaitar-vasava-and-pravin-ram-689783

Gujarat AAP Leaders on Raju Karpada Resignation: ખેડૂતોના નેતા તરીકે જાણીતા થયેલા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ પદમાંથી રાજીનામું આપી દીધું છે. કેટલાક નેતાઓ સાથે નારાજગીના કારણે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છેકે, રાજીનામું શા માટે આપ્યું તે જાણી શકાયું નથી. ભાજપનો આ રાજીનામા પાછળ હાથ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

શું કહ્યું આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ રાજુ કરપડાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છેકે, આજે ખેડૂત નેતા રાજુ કરપડાનું મને WhatsAppટપ પર રાજીનામું મળ્યું છે મારે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હડદડથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોના ઉઠાવ્યા હતા. હડદડમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી.

તેમણે વધુમાં કહ્યું કે, રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર અત્યાચાર કરાયો, ખોટા ખેસો કરવામાં આવ્યા અને તેમને ધમકાવવામાં આવ્યા તેમ છતાં પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જોમ અને જુસ્સો રહ્યો. ખેડૂતો માટે તેમણે ખૂબ મહેનત કરી છે. કઇ મજબૂરી હશે એ હજી મારે જાણી શકાયું નથી. પરંતુ એટલું ચોક્કસપણે કહીશ કે તેમણે ખેડૂત માટે અને ખેડૂતોને વ્યવસ્થિત ભાવ મળે, એપીએમસીમાં ચાલતી લૂંટને લઇને ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી. એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુ કરપડાનું ખૂબ સમર્થન રહ્યું. આ સાથે જ ઇસદાન ગઢવીએ રાજુ કરપડાના રાજીનામા અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે.

ખેડૂત નેતા પ્રવીણ રામની શું છે પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને ખેડૂત નેતા પ્રવીણ રામની પણ આ સંદર્ભે પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, રાજુ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું, કારણ કે હડદડ મુકામે મે અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી. ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતોની લડાઇ તોડી નાખવા માટે અમને અનેક યાતનાઓ આપવામાં આવી. 108 દિવસ જેલમાં પણ પૂરવામાં આવ્યા. અમાર પર દબાણ ઉભું કરવામાં પણ કંઇ બાકી નહોતું રાખ્યું. ત્યારે મને શંકા છેકે ભાજપની આ પ્રેશર ટેક્નિકના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હોઇ શકે છે. જોકે મારે કે પાર્ટીના અન્ય નેતાઓને તેમની સાથે વાત નથી થઇ. વાત થશે એટલે અમને યોગ્ય કારણ જાણવા મળશે જે અમે ગુજરાતની જનતા સામે રજૂ કરીશું.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું

રાજુ કરપડાના રાજીનામા અંગે ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતવ વસાવાની પ્રતિક્રિયા આવી છે, તેમણે જણાવ્યું છેકે, સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મે એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી. હું જ્યાં સુધી રાજુ કરપડાને ઓળખું છું, ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે. એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હડદડમાં આંદોલન કર્યું એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું. ભાજપની જે વિપક્ષ પ્રત્યેની ડરાવવાની અને ધમકાવવાની નીતિ રહી છે તેના કારણે રાજુ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે.