Ahmedabad News: સર (SIR) ની પ્રક્રિયા બાદ કેટલીક જગ્યાએ મતદાન પ્રક્રિયા દરમિયાન સમસ્યા આવી હતી. જેમાં અમદાવાદ ખાતે સરની પ્રક્રિયા બાદ પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં કેટલીક ફરિયાદો આવી હતી જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને હવે આ તમામ સમસ્યાના નિવારણ માટે રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા કરવામાં આવી છે.
કેટલાક મતદારોના મતદાન મથક બદલાઈ ગયા
આ પણ વાંચો
તમને જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની 6 મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં મતદારોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કેટલાક મતદારોના મતદાન મથક બદલાઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી હતી.
મતદાન મથકોની અદલાબદલીને અંતિમ મંજૂરી મળી
નોંધનિય છે કે, સર (SIR) ની પ્રક્રિયા બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી જેમાં લોકોના મતદાન મથક તેમના નિવાસસ્થાનેથી 2 કિલોમીટર સુધી દૂર ફાળવી દેવાવામાં આવતા મતદારો પરેશાન થયા હતા. સ્પેશિયલ સમરી રિવિઝન હેઠળ જિલ્લા ચૂંટણી વિભાગે મતદાન મથકોની અદલાબદલીને અંતિમ મંજૂરી આપી દીધી છે. જેનાથી હવે આવનારી ચૂંટણીઓમાં અમુક મતદારોને નવા મતદાન મથકમાં મતદાન કરવાનું રહેશે તો કેટલાકને જૂના જ મતદાન મથક પર જ મત આપવાની પ્રક્રિયા કરવાની રહેશે.
અમદાવાદ જિલ્લામાં કુલ 5524 મતદાન મથકો આવેલ છે
તમને જણાવી દઈએ કે હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ 5524 મતદાન મથકો આવેલ છે. આ તમામ મથકો પર આવેલા મતદારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે સ્પેશિયલ સમરી રિવિઝન હેઠળ અંતર્ગત વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં તમામ મતદારો પોતાના ઘરની નજીકના જ મતદાન મથકે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નવા આયોજન અંતર્ગત હવે મતદારોને પોતાના ઘરના એક કિમી વિસ્તારમાં જ મતદાન મથક મળી જશે જેથી તેમને દૂર જવું ન પડે.
રિસ્ટ્રક્ચરિંગ દરમિયાન કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન આપવમાં આવ્યું
વ્યપાક ફરિયાદો બાદ અમદાવાદમાં રિસ્ટ્રક્ચરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ તો મતદારોને પોતાના ઘરથી વધારે દૂર ન જવું પડે અને એક જ પરિવારના સભ્યો અથવા સોસાયટીમાં સાથે રહેતા મતદારો એક જ મતદાન મથકે મત આપી શકે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
તો બીજી વાત અંગે જોઈએ તો, ઘણીવાર કોઈ એક મતદાન મથક પર વધુ પ્રમાણમાં મતદારો નોંધાયેલા હોય તો મત આપવામાં ભીડની સમસ્યા થાય છે અને લોકોનો સમય પણ બગડે છે જેને ધ્યાનમાં રાખીને એક નિર્ધારિત મર્યાદા (જેમ કે રીતે 1 હજારથી 1200)થી વધુ મતદારો એક મથક પર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને જો વધુ મતદારોની સંખ્યા હોય ત્યાં નવા સહાયક મથકો ઊભા કરવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ઘણીવાર જે મતદાન મથક પસંદ કરવામાં આવે છે તે સ્થળ અત્યંત જુની અને જર્જરીત હાલતમાં હોય છે. આ ઉપરાંત ત્યાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોય છે. જેથી હવે લોકોને પાણી, વીજળી અને ટોયલેટ જેવી સુવિધા મળી રહે તેની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત શક્ય હોય ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર અને સરકારી આવાસ જે સારી સ્થિતિમાં હોય ત્યાં જ મતદાન મથક રાખવાની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે રેમ્પ જેવી સુવિધા રાખવામાં આવે.
