Behrampura boy murder: અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગત રાત્રે એક હત્યાનો બનાવ બન્યો છે. આરોપીએ બાઈક પર જઈ રહેલા યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે.
નજીવી બાબતે યુવક પર કર્યો હુમલો
આ બનાવની મળતી વિગતો અનુસાર, બહેરામપુરામાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર ગત રાત્રે તેના બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ હિમેશ સાથે તકરાર કરી હતી. જે બાદ શખ્સે હુમલો કરતા યુવકના પેટ, હાથ અને શરીરના અલગ અલગ ભાગ પર તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી.
હોસ્પિટલમાં સારવારમાં યુવકનું મોત
યુવક પર હુમલો કર્યા બાદ અજાણ્યો વ્યક્તિ નાસી ગયો હતો. આસપાસના લોકોએ બીજી તરફ લોહીલુહાણ હાલતમાં હિમેશને સારવાર માટે LG હોસ્પિટલ લઈ ગયા હતા. આ બનાવ અંગે જાણ થતા પરિવારના સભ્યો હોસ્પિટલ જવા રવાના થયા હતા. બીજી તરફ હોસ્પિટલમાં વધુ સારવાર મળે તે પહેલા જ યુવક મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો
સગીર સહિત બે આરોપીની ધરપકડ
આ બનાવ અંગે માહિતી મળતા કાગડાપીઠ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસ શરૂ કરી હતી. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સાથે જ ક્રાઈમ બ્રાંચે એક સગીર અને એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી છે.
નજીવી બાબતનો ખાર રાખી કરી હત્યા
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, મૃતક હિમેશ પરમારે ઘરના ઓટલા પર બેસવા અને મોટેથી વાતો કરવા બાબતે આરોપી સગીરને ચેતવણી આપી હતી. આ બાબતનો ખાર રાખીને 17 વર્ષના સગીરે તેના મિત્ર ગૌતમ ઉર્ફે ઈન્ડો સોલંકી સાથે મળીને યુવકની હત્યા કરી હતી. સગીર આરોપીએ ચોટીલાથી છરો ખરીદ્યો અને સગીરે જ હિમેશને છરો માર્યો હતો.
હુમલો કરી આરોપી થયો હતો ફરાર
ઝોન 6 DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકના પરિવારના સભ્યો અને મિત્રાનો નિવેદન લેવામાં આવ્યા છે. હાલ જે શંકાસ્પદ લાગી રહ્યું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી હત્યા કોણે કરી તે જાણવા મળ્યું નથી.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માંતેલા સાંઢની માફક રોડ પર દોડતા ડમ્પરથી સર્જાયેલા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ ગતરોજ શહેરના જૂહાપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં આજે વહેલી સવારે નંબર પ્લેટ વિનાના ડમ્પરે મોપેડને ઠોકર મારતાં નીચે પટકાયેલા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
