Vande Bharat Express Timings: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરો માટે રેલ્વે તંત્રે મોટો નિર્ણય લીધો છે. અગાઉ કાલુપુરથી ઓખા વંદે ભારત એક્સપ્રેસ ઉપડતી હતી. તે હવે સાબરમતી સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન માટે રેલ્વેએ આંબલી સ્ટેશન ખાતે નવું સ્ટોપેજ પ્રદાન કર્યું છે. આ સ્ટોપેજના લીધે મુસાફરોને ઘણો લાભ મળશે.
વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો રુટ બદલાયો
આંબલી, બોપલ, શીલજથી આવતા મુસાફરોને સાબરમતી કે કાલુપુર સુધી લંબાવવું નહીં પડે. તેમજ સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન પહેલા વિરમગામ અને રાજકોટ થઈને દોડતી હતી. હવે તેને બદલે તે ધોળકા, ગાંધીગ્રામ, ધંધુકા, બોટાદ, ઢસાથી જૂનાગઢ થઈને દોડશે.આ ફેરફારો અંગે રેલ્વે વિભાગ આગામી સમયમાં જાહેરાત કરીને જાણ કરશે.
ઓખા વંદે ભારત ટ્રેનનો સમયમાં ફેરફાર
અમદાવાદ-ઓખા વંદે ભારત ટ્રેન હવે સાબરમતી-ઓખા વંદે ભારતના નવા નામથી ઓળખવામાં આવશે. સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 6.15 વાગ્યે સાબરમતીથી રવાના થશે આ ટ્રેન બપોરના સમયે 1.20 વાગ્યે ઓખા સ્ટેશન પર પહોંચશે. ત્યારબાદ સાંજના સમયે 4.45 વાગ્યે ઓખાથી પાછી આવશે તે રાત્રિા સમયે 11.15 વાગ્યે સાબરમતી સ્ટેશને પહોંચશે.
સાબરમતી-વેરાવળ વંદે ભારતનો સમય બદલાયો
સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે સવારે 6 વાગ્યે સાબરમતીથી રવાના થશે. ત્યારબાદ તે 12.50 વાગ્યે વેરાવળ પહોંચશે. તે પથી 3.50 વાગ્યે વેરાવળથી પાછી પરત ફરીને રાત્રિના સમયે 10.25 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.
-1782359979530_m.webp)