ખુશખબર! અસારવા-કાનપુર અને ઉધના-જયનગર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવે દ્વારા મોટી જાહેરાત

આ ટ્રેનો માટે બુકિંગ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર થઈ શકશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 07 Apr 2026 08:58 AM (IST)Updated: Tue 07 Apr 2026 08:58 AM (IST)
western-railway-special-train-asarwa-kanpur-udhna-jaynagar-schedule-723183
HIGHLIGHTS
  • પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત
  • અસારવા-કાનપુર વચ્ચે સાપ્તાહિક રિઝર્વ્ડ ટ્રેન
  • ઉધના-જયનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન

Ahmedabad Train Update: મુસાફરોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ વધારાની સ્પેશિયલ ટ્રેન સેવાની જાહેરાત કરી છે. આ નવી સેવાઓમાં અસારવા અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક રિઝર્વ્ડ ટ્રેન અને ઉધના તથા જયનગર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.

અસારવા-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવેની જાહેરાત મુજબ, ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 7 એપ્રિલથી 14 જુલાઈ, 2026 સુધી દર મંગળવારે દોડશે. આ ટ્રેન અસારવાથી સવારે 08:55 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:00 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે.

પરત ફરતી વખતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 6 એપ્રિલથી 13 જુલાઈ, 2026 સુધી દર સોમવારે ચાલશે. જે કાનપુર સેન્ટ્રલથી સવારે 08:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:45 કલાકે અસારવા પહોંચશે.

  • હોલ્ટ (સ્ટોપેજ): આ ટ્રેન બંને દિશામાં હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમરી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાઈ પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશન પર ઉભી રહેશે.
  • કોચ અને બુકિંગ: આ ટ્રેનમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટ્રેન 01906 માટેનું બુકિંગ 5 એપ્રિલ, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે.

ઉધના-જયનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન

આ ઉપરાંત, વિશેષ ભાડા પર ઉધના અને જયનગર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09061 ઉધના-જયનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 5 એપ્રિલ, રવિવાર અને 12 એપ્રિલ, રવિવારના રોજ ઉધનાથી રાત્રે 01:30 કલાકે ઉપડીને બીજા દિવસે બપોરે 2:30 કલાકે જયનગર પહોંચશે.

પરત આવતી, ટ્રેન નંબર 09062 જયનગર-ઉધના અનરિઝર્વ્ડ સ્પેશિયલ 6 એપ્રિલ, સોમવાર અને 13 એપ્રિલ, સોમવારના રોજ જયનગરથી સાંજે 5:30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 06:15 કલાકે ઉધના પહોંચશે.

  • હોલ્ટ (સ્ટોપેજ): આ ટ્રેન ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવળ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, દિલદાર નગર, બક્સર, રઘુનાથપુર, આરા, પટના, બખ્તિયારપુર, મોકામા, બરૌની, સમસ્તીપુર, દરભંગા અને મધુબની સ્ટેશન પર ઉભી રહેશે.
  • કોચ: આ ટ્રેનમાં માત્ર જનરલ સેકન્ડ ક્લાસના કોચ જ રહેશે. રેલવે સત્તાવાળાઓએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ તેમની યાત્રાનું આયોજન કરતા પહેલા સમયપત્રક અને અન્ય માહિતી માટે સત્તાવાર 'ઇન્ડિયન રેલવે ઇન્કવાયરી પોર્ટલ' ની મુલાકાત લે.