Lion Attack in Amreli: ગીર પછી હવે અમરેલીમાં પણ સાવજના હુમલાની ઘટના સામે આવી છે. પંદર દિવસ પહેલા અમરેલીના પાણીયામાં સિંહે સાત વર્ષના બાળકને ફાડી ખાધા બાદ ગીર ગઢડાના કાકેડી મૌલી ગામે ખેડૂતના મારણ પછી બીજી દિવસે ખાલપરની સીમમા ગારીયાધારના 32 વર્ષીય યુવકને સાવજે ફાડી ખાધાની ઘટના બની છે. વનતંત્રએ યુવકના મોત અંગે આશંકા વ્યકત કરી હોય તેનુ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ગારીયાધારના નદીમ નઝીરભાઇ કુરેશી નામના યુવકને સાવજે ફાડી ખાતા તેનો માત્ર અડધો મૃતદેહ મળ્યો હતો. આ યુવકના ખાલપર ગામે લગ્ન થયા હતા અને તેની પત્ની પાછલા કેટલાક સમયથી રીસામણે હતી. ગઇકાલે આ યુવાન પોતાનુ મોટર સાયકલ લઈ પત્નીને મળવા માટે આવ્યો હતો અને રાત્રીના સમયે ગારીયાધાર પરત જવા માટે નીકળ્યો હતો. ત્યારે માર્ગમાં સિંહે તેની ઉપર હુમલો કર્યા હોવાનું મનાય છે.
