Amreli News: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર આવ્યું છે, જેના માટે હાલ અમરેલીની જિલ્લાની તમામ ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે જોગવાઈ મુજબ વી.સી. ઈ. મારફત નુકશાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાનું 14 નવેમ્બર 2025થી શરૂ છે.
જિલ્લાના તમામ અસરગ્રસ્ત 626 ગામોમાં આ અરજીઓ થઈ રહી છે. આજ દિન સુધી સમગ્ર જિલ્લામાં એકંદર કુલ 82, 442 અરજીઓ વી.સી.ઈ. મારફત અરજદારો તરફથી સાધનિક ડોક્યુમેન્ટ અને વિગતો સાથે કરવામાં આવી છે. જેની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકા સ્ટાફ મારફત કરવામાં આવી રહી છે. આ તબક્કે હજુ પણ 28 નવેમ્બર 2025ના બપોર સુધી અરજીઓ વી.સી.ઈ. મારફત મેળવવાનું શરૂ હોય તમામ બાકી રહેલ અસરગ્રસ્ત ખેડૂતોને જિલ્લા વહીવટી તંત્ર સમયમર્યાદામાં અરજી કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
ખેડૂતોએ અરજી કરવા માટે 8-અ , 7-૧2, તલાટી દાખલો, અધાર કાર્ડ નકલ, બેંક પાસબુક નકલ, સયુક્ત કિસ્સામાં સમંતિ પત્ર વગેરે સાધનિક કાગળો સાથે આપના ગ્રામ્ય વી.સી.ઈ અને સંબંધિત ગામના તલાટી કામ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ શહેરી વિસ્તારમાં કસ્બા તલાટીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.
