અમરેલીની 'ધરા' ધ્રુજી; એક પછી એક 8 ભૂકંપના આંચકા અનુભવાયા, સ્થાનિકોમાં ભયનો માહોલ

અમરેલી પંથકમાં આજે સતત ભૂકંપના 8 આંચકા અનુભાયા હતા. જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 08 Apr 2026 04:33 PM (IST)Updated: Wed 08 Apr 2026 04:35 PM (IST)
amreli-news-8-earthquake-tremors-felt-seismology-department-appeals-locals-724049

Amreli: અમરેલી પંથકમાં આજરોજ સતત ભૂકંપના 8 આંચકા અનુભાયા હતા. જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો મુજબ, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મીતીયાળામાં અને ખાંભામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યારે રાતના સમયથી લઈને સવારના 9 વાગ્યે સુધી 8 ભૂકંપીય કંપન નોંધાતા સ્થાનિકો ભયભીત બની ગયા હતા.

અમરેલીમાં ભૂકંપના આંચકા

જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજિત 43 કિમી દૂર નોધાયું છે. ગાંધીનગરમાં આવેલ સિસ્મોલોજી વિભાગે સત્તાવાર પુષ્ટિ કરતા સ્થાનિકોમાં ભૂકંપથી લઈને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. જોકે, હાલ કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. તેમ છતા સતત આવી રહેલા આંચકાઓેને લીધે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર

જિલ્લા પ્રશાસન સમગ્ર ગતિવિધીઓ પર પોતાની નજર રાખી છે. તેમજ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે. સાવરકુંડલાના મીતીયાળા ગામના સરપંચ મનસુખભાઈના જણાવ્યા મુજબ, નાના નાના આંચકા ઘણા સમયથી આવે છે. જેનો મોટાભાગે અનુભવ થતો નથી.