Lion Hunting Video: ધારીના માલસીકા ગામે સિંહ પરિવારના ધામા, ઝરમર વરસાદ વચ્ચે ગામમાં ઘૂસીને પશુનો શિકાર કર્યો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામમાં વરસાદ દરમિયાન સિંહોના એક પરિવારે ગામમાં ઘૂસીને પશુનો શિકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 05:35 PM (IST)Updated: Sat, 01 Aug 2026 05:35 PM (IST)
amreli-news-lion-family-hunts-cattle-in-dhari-malsika-village-during-light-rain

Amreli Lion Hunting Video: અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં સિંહોની લટાર અને શિકારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે ધારી તાલુકાના માલસીકા ગામમાંથી વધુ એક રોમાંચક વીડિયો સામે આવ્યો છે. અહીં ઝરમર વરસતા વરસાદ વચ્ચે જંગલના રાજા ગણાતા ડાલામથ્થાના પરિવારે ગામમાં ઘૂસીને એક પશુનો શિકાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધારીના માલસીકા ગામમાં આવેલા પાણીના ટાંકા પાસે સિંહોનું એક ટોળું આવી ચડ્યું હતું. આ સિંહ પરિવારમાં 2 સિંહણ અને 3 સિંહબાળનો સમાવેશ થતો હતો. એક તરફ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ આ સિંહ પરિવારે ગામમાં રહેલા એક પશુ પર તરાપ મારીને તેનો શિકાર કર્યો હતો. 

Junagadh Lion Cub Rescue: લોખંડનો ગેટ કૂદવાની કોશિશમાં ફસાયેલ સિંહ બાળ ઘાયલ, વનવિભાગના રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો

 

વરસતા વરસાદમાં સિંહ પરિવારે નિરાંતે શિકારની મિજબાની માણી 

1 પશુનું મારણ કર્યા બાદ સિંહણ અને તેના બચ્ચાઓએ વરસતા વરસાદમાં નિરાંતે બેસીને શિકારની મિજબાની માણી હતી. વરસાદી માહોલ વચ્ચે ગામની અંદર સિંહ પરિવારની આ મિજબાનીના દ્રશ્યો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં 2 સિંહણ અને 3 સિંહબાળ સાથેનો આ શિકાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વસવાટી વિસ્તારમાં સિંહોની હાજરી અને શિકારની ઘટનાને લઈને સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોમાં થોડો ફફડાટ પણ ફેલાયો છે.