Amreli News: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરતા જ રાજકીય પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે. આમ આદમી પાર્ટી, ભાજપ,કોંગ્રેસે ઉમેદવારોને ટિકીટ આપી છે. ત્યારે ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ વ્યક્તિ વિશેષને મહત્વને નહી પરંતુ જાતિ સમીકરણો તપાસીને ટિકીટ આપી રહ્યા છે. જ્યારે તેવી સ્થિતિમાં ભાજપે મોટો દાવ રમ્યો છે. અમરેલીની બગસરા પાલિકાની ચૂંટણીમાં ભાજપે 21 વર્ષિય વિદ્યાર્થિનીને ટિકીટ આપતા સૌને ચૌંકાવી દીધા છે.
ભાજપે વિદ્યાર્થિનીને આપી ટિકીટ
ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણીમાં બગસરા પાલિકાની ચૂંટણીમાં 21 વર્ષીય દિકરી નકુમ વિશ્વાને ટિકીટ આપી છે. વિશ્વા નકુમ બગસરા નગરપાલિકા વોર્ડ નં 2માં ભાજપની ઉમેદવાર છે. ભાજપે ટિકીટ આપતા 21 વર્ષીય વિદ્યાર્થિનીમાં અદભુત આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. વિશ્વા બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. એટલું જ નહીં પરંતુ ચૂંટણી જીત્યા બાદ જનસેવાના કાર્યો કરવાનું વચન વિશ્વા નકુમે આપ્યું હતું.
વિદ્યાર્થિનીએ વિકાસનો વાયદો કર્યો
મીડિયા માધ્યમ સાથે વાત કરતા વિશ્વાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તરફથી મને વોર્ડ નં 2માં ટિકીટ મળી છે. ટિકીટ મળવામા લીધે વિશ્વાએ સૌનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, એક યુવા તરીકે હુ મારા વોર્ડ અને સમાજના લોકો માટે કંઈક કરી શકું. તેમજ ચૂટાઈને આવીશ ત્યારે મારુ વચન છે કે,બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં વિકાસ માટે સારા સારા કાર્યો કરીશ.
