'સિંહોના ટોળા ન હોય' કહેવત ફરી ખોટી પડી, ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર 9 સિંહોનો પરિવાર એકસાથે દેખાયો; જુઓ VIDEO

અમરેલી જિલ્લાના ધારી-અમરેલી રોડ પર એક સાથે 9 સિંહોનું ટોળું જોવા મળ્યા હતા. આ દ્રશ્યોનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 27 Jul 2026 01:49 PM (IST)Updated: Mon, 27 Jul 2026 01:56 PM (IST)
dhari-amreli-highway-9-lions-family-together-crossing-road-viral-video
AI Generated Symbolic Image

9 Lions on Dhari-Amreli Highway: 'સિંહોના ટોળા ન હોય' ગુજરાતી ભાષાની અત્યંત પ્રચલિત કહેવતને ગીરના ડાલામથ્થાઓએ ફરી એકવાર ખોટી પાડી છે. અમરેલી જિલ્લાના ધારી-અમરેલી રોડ પર તાજેતરમાં જ એક સાથે 9 સિંહોનું ટોળું જોવા મળતા લોકો અચંબિત થઈ ગયા હતા. શિકારની શોધમાં નીકળેલા સિંહ પરિવારના આ અદભુત નજારાએ રસ્તે પસાર થતા લોકોને રોમાંચિત કરી દીધા હતા.

હાઈવે પર 9 સિંહોનું આગમન, વાહનો થંભી ગયા

પ્રાપ્ત વિગતો અનુસાર, ધારી અને અમરેલીને જોડતા સ્ટેટ હાઈવે પર અચાનક જ જંગલના રાજાનું આખું કુટુંબ આવી ચડ્યું હતું. શિકારની શોધમાં નીકળેલા આ 9 સિંહોના પરિવારે એક સાથે અને વટથી સ્ટેટ હાઈવે ક્રોસ કર્યો હતો. હાઈવે પર અચાનક સિંહોનું આટલું મોટું ટોળું રસ્તો ઓળંગતા જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના શ્વાસ ઘડીભર અટકી ગયા હતા

રોમાંચક નજારો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

જોકે, સલામતીના ભાગરૂપે બંને તરફથી આવતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા અને સિંહોને શાંતિથી રસ્તો પસાર કરવા દીધો હતો. એક સાથે 9 સિંહોને રસ્તો ઓળંગતા જોવાનો આ અમૂલ્ય લ્હાવો ત્યાં હાજર કેટલાક વાહનચાલકોએ ચૂકવા દીધો ન હતો.

સ્થળ પર હાજર લોકોએ પોતાના વાહનની અંદર સુરક્ષિત રહીને આ અદ્ભુત દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલ આ 9 સિંહોના ટોળાનો હાઇવે ક્રોસ કરતો રોમાંચક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જેને વન્યજીવ પ્રેમીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે.