GOKULDHAM WINTER CUP 2025: રમતગમત એ યુવાનોની ઉર્જાનો ઉત્સવ છે આ સાથે જ શિસ્ત, સમર્પણ અને સૌહાર્દનો સુંદર સમન્વય છે. ઉત્સાહ અને ખેલભાવના સાથે ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી, નાર દ્વારા આયોજિત GOKULDHAM WINTER CUP 2025 ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ થયો, જે સમગ્ર ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓને એક મંચ પર લાવશે.

ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી, નાર ખાતે તારીખ 06 નવેમ્બર 2025ના રોજ GOKULDHAM WINTER CUP 2025 ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો. રમતગમતના પ્રોત્સાહન માટે આયોજિત આ All India Leather Ball Open Day Cricket Tournamentમાં સમગ્ર ગુજરાતમાંથી 51 ટીમો ભાગ લઈ રહી છે. તમામ મેચો T20 Knock Out પદ્ધતિ હેઠળ lush green turf wicket પર રમાશે અને દરરોજ 2 મેચો યોજાશે. જેમાં વિજેતા ટીમને રૂ. 25,000/- તથા રનર-અપને રૂ. 12,000/-ના પુરસ્કાર આપવામાં આવશે.

ગોકુલધામ નાર દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃતિઓની સાથેસાથ ગ્રામ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ “GOKULDHAM WINTER CUP 2025” આયોજનમાં CHARUSAT University મુખ્ય સહયોગી, Ananta Hotels & Resorts સહ-સ્પોન્સર અને જનમંગલ જ્વેર્લસ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ના સ્પોન્સર તરીકે જોડાયા છે. ઉદ્ઘાટન પ્રસંગે સંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો.
ઉદ્ઘાટન પ્રસંગે સાધુ શુકદેવપ્રસાદદાસજી સ્વામીએ ખેલાડીઓને આર્શિવચન આપતાં જણાવ્યું કે રમત એ આત્મવિશ્વાસ, સંયમ અને એકતાનો સંદેશ આપે છે. ખેલાડીઓએ રમતને સાધના રૂપે સ્વીકારી પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરવા. આ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલ સવિતાબેન બચુભાઈ બ્રહ્મભટ્ટ ફેમીલીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે, જે ગોકુલધામના રમતગમત વિકાસ માટે પ્રેરણારૂપ છે.
