Anand Elections 2026: કરમસદ-આણંદમાં ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, 26 એપ્રિલે યોજાશે મતદાન, 2.15 લાખ મતદારો લખશે ઉમેદવારોનું ભાગ્ય

આગામી 26 એપ્રિલના રોજ કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં 2.12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 08 Apr 2026 07:44 PM (IST)Updated: Wed 08 Apr 2026 07:44 PM (IST)
anand-municipal-corporation-elections-2026-vote-on-april-26-aap-candidates-list-out-724220

Anand Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરમસદ-આણંદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. લોકશાહીના આ મહાપર્વને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટીએ પહેલ કરીને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આગામી એક-બે દિવસમાં તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.આગામી 26 એપ્રિલના રોજ કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં 2.12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં આચારસંહિતાની કડક અમલવારી થાય તે માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
વોર્ડ - 18361793416295
વોર્ડ - 29368893518303
વોર્ડ - 310169980919978
વોર્ડ - 48241787016111
વોર્ડ - 57810739615206
વોર્ડ - 66588651513103
વોર્ડ - 79184845717641
વોર્ડ - 88056773315789
વોર્ડ - 97029724114270
વોર્ડ - 107949742715376
વોર્ડ - 118938838817326
વોર્ડ - 128396800016396
વોર્ડ - 138180790316083

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ (Anand Municipal Corporation election 2026 Schedule)

વોર્ડ નંબરઆમ આદમી પાર્ટી
વોર્ડ - 1અતુલકુમાર જોહનભાઈ પરમાર
વોર્ડ - 2નયનાબેન સ્વામી
વોર્ડ - 2નટુભાઈ શનાભાઈ પરમાર
વોર્ડ - 2વિજયકુમાર પ્રજાપતિ
વોર્ડ - 3આયશાબેન મોસીન વહોરા
વોર્ડ - 3બેનઝીર વહોરા
વોર્ડ - 3મોહમ્મદ તુફૈલ મેમણ
વોર્ડ - 4એઝાઝ ખાન વહોરા
વોર્ડ - 5કલ્પેશકુમાર સિઓમન
વોર્ડ - 5નયનકુમાર ખ્રિસ્તી
વોર્ડ - 5એલીસન પરમાર
વોર્ડ - 6સરોજબેન શાહ
વોર્ડ - 6મેહુલ વસાવા
વોર્ડ - 7જયશ્રીબેન મિસ્ત્રી
વોર્ડ - 7અજય પ્રજાપત
વોર્ડ - 7કિરણ મિસ્ત્રી
વોર્ડ - 7પવન રાણા
વોર્ડ - 8મહેશ વસાવા
વોર્ડ - 8સ્મિતા ઠક્કર
વોર્ડ - 10મૃણાલ ગોસ્વામી
વોર્ડ - 11કિસન પઢિયાર
વોર્ડ - 11રૂદ્ર જીગર ઠક્કર
વોર્ડ - 11સુનંદાબેન અરવિંદભાઈ મેકવાન
વોર્ડ - 12પરમાર પ્રદિપભાઈ શાંતિલાલ
વોર્ડ - 12ઋત્વિક બારોટ
વોર્ડ - 12અમીશા સુનિલભાઈ વસાવા
વોર્ડ - 13અમિત વસાવા
વોર્ડ - 13ગીતાબેન ચાવડા
વોર્ડ - 13ગીરીશ સેદલીયા
વોર્ડ - 13સંગીતાબેન ધોબી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026