Anand News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં ઉમેટા ગામે ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે 15 પુરુષો સહિત 3 મહિલા એમ કુલ 18 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં રુ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ફાર્મ હાઉસમાં દારુ પાર્ટી
આંકલાવ પોલીસને મળેલી બાતમીને આધારે, ઉમેટા-ફતેપુરા રોડ પર આવેલા ફાર્મહાઉસમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ ચાલી રહી છે. તેવું જાણવા મળ્યું હતું. જેની આધારે આંકલાવ પોલીસે રાત્રે 11 વાગ્યે દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ માણી રહેલા લોકોને ઝડપી લેવાયા હતા.
પોલીસે ફાર્મ હાઉસ પર દરોડો કર્યો
પોલીસને ફાર્મ હાઉસમાંથી બિયરના રુ 8,500ની કિમતના 21 ખાલી ટીન અને 17 સીલબંધ ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની રુ 8.70 લાખની કિમતના 22 મોબાઈલ ફોન અને 9 લક્ઝુરિયસ કાર 96 લાખ મળીને કુલ 1,04, 78, 500ની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ફાર્મહાઉસ માલિક અને દારુનો જથ્થો પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓની ધરપકડ કરાઈ
મળતી વિગતો મુજબ, ફાર્મ હાઉસ પર પાર્ટીનું ધર્મેશ પ્રવિણભાઈ મિત્રી દ્વારા આયોજન કરાવામાં આવ્યું હતું. જ્યારે બાકીના તમામ આરોપીઓ વડોદરામાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ધરપકડ કરેલા લોકોમાં ચિરાગ રાજેશકુમાર પંડ્યા (ન્યુ કારેલીબાગ), કિનલ અરવિંદભાઈ પંડ્યા (સુભાનપુરા) , વંશ અશોક સલુજા (કલાલી), પ્રિયાંક રાજેન્દ્રકુમાર પરીખ (ગોત્રી), ચિરાયુ હેમંત જયસ્વાલ (સયાજીગંજ)
નીરવભાઈ જશવંતભાઈ જયસ્વાલ (કારેલીબાગ), કિરણ વિનાયક જાધવ (આજવારોડ), ધીરજ વિજય ચંદીરામાણી (છાણી), અનીકેત રાધેશભાઈ બમલાણી (વારસીયા), ઈશાનભાઈ યોગેશભાઈ ત્રિવેદી (વાસણા રોડ), કૌશીકભાઈ પ્રકાશચંદ્ર રામચંદાની (હરણી), ગૌરવ કમલેશભાઈ દોષી (હરણી રોડ), વરુણ ભાવેશભાઈ પરીખ (હરણી), ચીંતનકુમાર મહેન્દ્રકુમાર પ્રજાપતિ (ભાયલી)નો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.
