Anand News: ગણેશ સાઉથ કોર્નરમાં સ્વચ્છતાનો અભાવ, કરમસદ આણંદ મનપા દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરાઈ

ખોરાકમાં ભેળસેળ, સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા ખાણીપીણીના એકમો મનપા દ્વારા સીલ કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Nov 2025 05:11 PM (IST)Updated: Tue 04 Nov 2025 05:11 PM (IST)
anands-ganesh-south-corner-sealed-by-amc-over-severe-lack-of-hygiene-and-filth-632340

Anand News: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મંગળવારે આણંદ ખાતેની ગણેશ સાઉથ કોર્નરને જાહેર આરોગ્યને જોખમી એવી અતિશય અસ્વચ્છતા અને ગંદકી મળી આવતા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. મનપાની ટીમે આકસ્મિક તપાસણી દરમિયાન ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોના ગંભીર ભંગ બદલ આ કાર્યવાહી કરી હતી.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ગણેશ સાઉથ કોર્નરમાં આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે, ઉપરાંત બટાટા ખરાબ હાલતમાં મળી આવ્યા અને ખાવાની ચીજો ગંદકીમાં જોવા મળી છે.

ગણેશ સાઉથ કોર્નર ખાતે મહાનગરપાલિકા ની ટીમ દ્વારા હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ કાયદાની જોગવાઈ ને આધિન જીપીએમસીની કલમ 376 એ અંતર્ગત સીલ કરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજિન અને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણી ના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં, આવી હોટલો, ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધિન કાર્યવાહી કરવામાં આવશે તેમ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વધુ માં જણાવાયું છે.