UpdatedIST

Anand Final Voter List: આણંદ જિલ્લામાં 15.89 લાખ મતદારો સાથે આખરી મતદાર યાદી તૈયાર, 19,606 નવા યુવા મતદારોનો ઉમેરો

10,966 મતદારોના નામ પુરાવાના અભાવે અથવા પાત્રતા ન ધરાવતા હોઈ, આખરી મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 18 Feb 2026 12:02 AM (IST)Updated: Wed 18 Feb 2026 12:02 AM (IST)
gujarat-sir-campaign-anand-final-voter-list-2026-released-total-15-89-lakh-voters-included-694007
HIGHLIGHTS
  • આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ પૂર્ણ
  • નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈએ આખરી મતદાર યાદી કરી જાહેર

Anand Final Voter List 2026 : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા.04/11/2025થી શરૂ કરવામા આવી હતી. જે અંતર્ગત આણંદ જિલ્લામા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR)ના વિવિધ તબક્કા દરમ્યાન વિવિધ કામગીરી કરવામાં આવેલ હતી,જેનો અંતિમ તબક્કો મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ આજ રોજ થયેલ છે.

કલેકટર કચેરી આણંદ ખાતે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરતા સમયે નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) શરૂ થતા પહેલા કુલ 18,12,327 મતદાર હતા.

પ્રથમ તબક્કા દરમ્યાનની કામગીરી બાદ મુસદ્દા મતદારયાદી (Draft Electoral Roll) માં કુલ 15,80,547 મતદાર દાખલ થયેલ. જે પૈકી નોટીસ અને અપીલ સુનાવણીના તબક્કા બાદ 10,966 મતદારોના નામ પુરાવાના અભાવે અથવા પાત્રતા ન ધરાવતા હોઈ, આખરી મતદારયાદીમાંથી દૂર કરવામાં આવેલ છે.

SIRના સમયગાળા માં મળેલ ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 પરની કાર્યવાહીના અંતે આખરી મતદાર યાદીમા 19,606 નવા મતદારોનો સમાવેશ થયેલ છે.

આમ SIR ના તમામ તબક્કા બાદ પાત્રતા ધરાવતા 15,69,581 અને નવા ઉમેરાયેલા 19606 એમ મળી કુલ 15,89,187 મતદારોના નામનો સમાવેશ કરી આખરી મતદારયાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આણંદના નાગરિકો પોતાનું નામ આ મતદારયાદીમાં મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી અને online https://ceo.gujarat.gov.in પર ચકાસી શકે છે

વધુમાં દેસાઈએ મતદારોની આખરી પ્રસિદ્ધિની વિગતો આપતા જણાવ્યું કે, 108 ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં 2,18,674, 109 બોરસદ વિધાનસભામાં 2,39,098, 110 આંકલાવ વિધાનસભામાં 2,06,899, 111 ઉમરેઠ વિધાનસભામાં 2,42,836, 112 આણંદ વિધાનસભામાં 2,56,494, 113 પેટલાદ વિધાનસભામાં 2,19,332 અને 114 સોજિત્રા વિધાનસભા મત વિભાગમાં 2,05,854 મળીને કુલ 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં ફોર્મ નંબર 6, 23106, ફોર્મ નંબર 7, 14466 અને ફોર્મ નંબર 8, 14418 મળીને કુલ 51,990 ફોર્મસ સ્વીકાર કરવામાં આવેલ હતા. તે પૈકી નેટ 19,606 નવા મતદારોના નામનો પણ ફાઇનલ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જે મતદારોના નામ પુરાવાના અભાવે આજ રોજ પ્રસિદ્ધિ થયેલ મતદારયાદીમાં ન હોય તેવા લાયક મતદારો ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ પુરાવા પૈકીના પુરાવા, ડીકલેરેશન ફોર્મ સહીત ફોર્મ 6 ભરી મતદારયાદીમાં નામ ફરીથી નોંધાવી શકે છે.