Arvalli News: અરવલ્લીમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ચિરાગ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, અરવલ્લી જિલ્લા પંચાયતની લીંભોઈ બેઠકમાં મોડાસા તાલુકા પંચાયતની ગઢા બેઠક પરથી ભાજપના ઉમેદવારોની ટિકીટ કપાતા 5 ગ્રામ પંચાયતોના સરપંચ, પૂર્વ સરપંચ અને 150 કાર્યકરો સહિત 2 પૂર્વ ફૌજીઓએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા છે.
150 કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસે તાલુકાના બોડીગામ અને ચિચાણો ખાતે પ્રમુખ અરુણ પટેલની હાજરીમાં યોજવામાં આવેલી બેઠકમાં મોટી સંખ્યામાં 5 ગ્રામ પંચાયતના લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ભારે ગરમાયો છે. જે અંગે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ચિરાગ ઉપાધ્યાયે માહિતી આપી હતી.
ટિકીટ કપાતા નારાજ કાર્યકરો નારાજ
ચિરાગ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, બોડી પંચાયતના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલા અને મોડાસાની ઢાખરોલ, બાયલ,વાંટડા (કાબોલા), ગઢા ગ્રામ પંચાયત,ઉપરાંત ગ્રામ પંચાયતોના આગેવાનો ટિકીટના પ્રશ્નને પગલે નારાજ થઈને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઉમેદવારનો નામ જાહેર કરાયા પછી ટિકીટ કાપીને અન્ય ઉમેદવારોને ટિકીટ આપતા ગ્રામ્ય પંથકમાં વિરોધ શરુ થયાનું કાર્યકરે જણાવ્યું છે.
ભાજપમાં રાજકીય ભૂકંપ
ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા ગઢાના સરપંચ યોગેશભાઈ પટેલ,બાયલના સરપંચ કૈલાશબેન લક્ષ્મણસિંહ પરમાર, ઢાંખરોલના સરપંચ હરેશભાઈ વાળંદ, વાંટડા (કાબોલા)ના સરપંચ જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ પંચાયત સદસ્ય બાબુસિંહ મકવાણા, બોડી ગામના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલ અને અગ્રણી વિજયસિંહ ઝાલા (બોડી) તેમજ પૂર્વ આર્મી જવાન પણ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.
