UpdatedIST

Bharuch: અંકલેશ્વરની રહેણાંક સોસાયટીમાં ધમધમતી MD ડ્રગ્સની લેબ ઝડપાઈ, કેમિસ્ટ તરીકે કામ કરતા આરોપીની ધરપકડ

અંકલેશ્વરની સિદ્ધ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં ભરૂચ SOG ટીમે રેડ પાડી MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપી પાડી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 14 Feb 2026 09:29 AM (IST)Updated: Sat 14 Feb 2026 03:59 PM (IST)
bharuch-sog-police-raid-md-drug-manufacturing-lab-in-ankleshwar-accused-arrested-691673
HIGHLIGHTS
  • અંકલેશ્વરની સોસાયટીમાં MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ
  • સિદ્ધ હાઉસિંગ સોસાયટીના ભાડાના મકાનમાં ચાલતી લેબ
  • ભરૂચ SOG ટીમે આરોપીની ધરપકડ કરી MC ડ્રગ જપ્ત કર્યું

Ankleshwar MD Drugs Lab: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાંથી MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ છે. ભરૂચ SOG પોલીસ ટીમે અહીં દરોડા પાડી એક આરોપીની ધરપકડ કરવા સાથે MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબનો પર્દાફાશ કર્યો છે.

રહેણાંક સોસાયટીમાં ધમધમતી MD ડ્રગ્સ બનાવતી લેબ  

આ અંગે મળતી વિગત અનુસાર ભરૂચ SOG પોલીસની ટીમે અંકલેશ્વર GIDC વિસ્તારમાં સ્થિત સિદ્ધ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં ધમધમતી MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપી પાડી છે. પોલીસ ટીમે સિદ્ધ કો.ઓ.હા. સોસાયટીના બી બ્લોકમાં આવેલા મકાન નંબર 301 પર દરોડો પાડ્યો હતો.

70 ગ્રામ MD ડ્રગ્સ અને રો-મટીરીયલ જપ્ત

પોલીસ ટીમને આ મકાનના બાથરૂમમાંથી MD ડ્રગ્સ બનાવતી લેબ મળી આવી હતી. SOG પોલીસ ટીમે દરોડા દરમિયાન આશરે 70 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ અને મોટી માત્રામાં રો મટીરીયલ જપ્ત કર્યું હતું. સાથે જ અનિલ રાખોલિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

આરોપી અનિલ રાખોલિયાની ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર આરોપી અનિલ રાખોલિયા ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. આરોપીએ સિદ્ધ કો.ઓ.હા. સોસાયટીના બી બ્લોકમાં આ મકાન નંબર 301 ભાડે રાખ્યું હતું. આરોપી પોતાની જાણકારીનો ઉપયોગ કરી મકાનના બાથરૂમમાં નાની લેબ બનાવી ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવતો હતો. આરોપી GIDC વિસ્તારમાંથી છૂટક રો-મટીરિયલ લાવી ગૂગલ પરથી માહિતી મેળવી વિવિધ કેમિકલના મિશ્રણથી ડ્રગ્સ તૈયાર કરતો હતો.

ભરૂચ SOG ટીમની તપાસ અને કાર્યવાહી

ભરૂચ SOG ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ આ ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અંગે તેમજ નેટવર્કમાં સંડોવાયેલા લોકો અંગે માહિતી મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.