ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા, ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

પોપટનગર, રામાપીરના મંદિર પાછળ કોળી યુવાન મોહિત ટેભાણી ઉપર આજ વિસ્તારમાં રહેતા ચાર શખ્સો એ પૈસાની લેતી દેતી ઝઘડો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી નાસી છુટ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 26 Nov 2025 11:28 AM (IST)Updated: Wed 26 Nov 2025 11:28 AM (IST)
bhavnagar-murder-case-youth-killed-over-money-dispute-four-accused-named-644728

Bhavnagar News: ભાવનગર શહેરમાં ખૂનનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે કોળી યુવાન ઉપર પૈસાની લેતી દેતી બાબતે ચાર શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.

અત્યારના આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર પાછળ, પોપટનગર, રામાપીરના મંદિર પાછળ કોળી યુવાન મોહિત ટેભાણી ઉપર આજ વિસ્તારમાં રહેતા ચાર શખ્સો એ પૈસાની લેતી દેતી ઝઘડો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી નાસી છુટ્યા હતા.

આ બનાવની જાણ થતા જ ગંગાજરીયા પોલીસ નો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. હુમલામાં મોહિત ને 108 ઇમરજન્સી દ્વારા સર્ટી હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ જાહેર કરેલ. ખૂનના આ બનાવ અંગે મળનાર મોહિત ટેભાણીના કાકા મહેશભાઈ બટુકભાઈ ટેભાણીએ ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં કાનજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયા, કિસન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળીયો અને આર્યન બારૈયા નામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.