Bhavnagar: તળાજામાં શેરડીની ખેતી વચ્ચે ગાંજાનું વાવેતર ઝડપાયું, SOGએ લીલા ગાંજાના 21 છોડ સાથે એકની ધરપકડ કરી

ભાવનગરના તળાજાના વેજોદરી ગામે એસઓજીનું સર્ચ ઓપરેશન. કર્યું હતું. શેરડીની ખેતી વચ્ચે વાવેલા ગાંજાના 21 લીલા છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 10 Apr 2026 05:02 PM (IST)Updated: Fri 10 Apr 2026 05:03 PM (IST)
bhavnagar-news-talaja-ganja-plants-seized-sog-police-arrest-one-accused-725557

ભાવનગરના તળાજા પંથકમાં આવેલા વેજોદરી ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોટી કાર્યવાહી કરી છે. ટીમે ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર વાવેલા ગાંજાના 21 લીલા છોડને જપ્ત કરી લેવાયા છે. એસઓજીએ 4.16 લાખ રૂપિયાની કિંમતનો 16.640 કિગ્રા માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી

પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર SOGને મળેલી ચોક્કસ બાતમી મુજબ, તળાજાના વેજોદરી ગામે રહેતા પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પાસે આવેલ પોતાના પ્લોટમાં શેરડીના વાવેતરની આડમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું છે. મળેલી બાતમીના મુજબ SOGએ અચાનક દરોડો પાડ્યો હતો.

આરોપીએ ગાંજો પીતો હોવાની કબૂલાત કરી

પોલીસે આરોપીની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેને ગાંજો પીવાની ટેવ છે, તેમજ સાધુ-સંતોને ગાંજો આપવા હેતુથી પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. સમગ્ર મામલે SOG કર્મી મહિપાલસિંહ ગોહિલે દાઠા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ તેની સામે દાઠા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

FSLની ટીમે આપી પુષ્ટિ

પોલીસને શેરડીના વાવેતર વચ્ચેથી શંકાસ્પદ રોપા મળ્યા હતા. જેની ખરાઈ કરવા FSLની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. FSLની તપાસમાં આ છોડ ગાંજાના હોવાનું જણાયું હતું. પોલીસે 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ અને બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ અંકાઈ છે.