ભાવનગરમાં 'સ્પા'ની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા સામે મોટી કાર્યવાહી: રુ. 80 લાખની મિલકત જપ્ત, ભુજની ખાસ જેલમાં મોકલાઈ

ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટ સામે પોલીસની મોટી કાર્યવાહી. રૂ.80 લાખની ગુનાહિત કમાણીથી ખરીદાયેલી મિલકત જપ્ત કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 19 Jul 2026 09:44 AM (IST)Updated: Sun, 19 Jul 2026 09:44 AM (IST)
bhavnagar-spa-sex-racket-property-worth-rs-80-lakh-seized-woman-sent-to-bhuj-special-jail

Bhavnagar News: ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારના દૂષણ સામે ભાવનગરમાં પોલીસે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરી છે. ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા સંચાલિકા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરે પાસા હેઠળ વોરંટ ઇશ્યુ કરતાં નિલમબાગ પોલીસે તેની અટકાયત કરી ભૂજની સ્પેશિયલ જેલમાં મોકલી દીધી છે. આ કેસમાં રાજયમાં પ્રથમવાપ બીએનએસ કલમ 107 હેઠળ ગુનાહિત કમાણીથી ઉભી કરાયેલી રુ.80 લાખની મિલક્ત જપ્ત કરવામાં આવી છે.

સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપાર

ભાવનગર શહેર પોલીસે શહેરમાં બે જગ્યાએ ઓચિંતો દરોડો પાડીને સેક્સ રેકેટનો ભાંડો ફોડી નાખ્યો હતો. ભાવનગર પોલીસે વાઘાવાડી રોડ પર સ્થિત ઇવા સુરભી કોમ્પલેક્સના ત્રીજા માળ પરથી દુકાન નં 309 માં ચાલતા આયુર થાઈ ફેમિલી સ્પા અને શિવા બ્લેસિંગ બિલ્ડીંગમાં બીજા માળે સ્થિત ક્રિસ્ટલ ફેમિલી સ્પામાં પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અહીં મસાજના બહાને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. બહારથી લાવેલી મહિલાઓને ગોંધી રાખવામાં આવતી હતી. તેમજ ધમકી આપને તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ સમગ્ર નેટવર્કની સૂત્રધાર શબાના ઉર્ફે સબાના થીમ (રહે., રિંગરોડ, મૂળ કુંભારવાડા) નામની મહિલા હતી.

80 લાખની મિલ્કત સિલ કરાઈ

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આરોપી મહિલા શબાનાએ વર્ષ 2022માં આયુર થાઈ ફેમીલી સ્પા વાળી દુકાન ભાડે રાખીને બિઝનેસ શરુ કર્યો હતો. ત્યારબાદ તેણે દેહવ્યાપારની કાળી કમાણીથી આ સમગ્ર દુકાન ખરીદી લીધી હતી. ઉપરાંત ફેબ્રુઆરી 2026માં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં શહબાના સામે 2 ગુના નોંધાયા હતા. પોલીસે તેના ગુનાહિત ઇતિહાસ અને ગુનાની કમાણીને આધારે અક્ષરવાડી અને વાઘાવાડી રોડ પર સ્થિત મિલકતને આઈડેન્ટીફાઈ કરી હતી,

પોલીસે 20 મેના રોજ કોર્ટમાં અરજી કરી પ્રોપર્ટી ટાંચમાં લેવાની વિનંતી કરી હતી. કોર્ટે સમીક્ષા કર્યા બાદ 16 જુલાઈના રોજ મિલ્કત જપ્તીનો આદેશ આપ્યો હતો. પોલીસે 18 જુલાઈએ રુ,80 લાખની બજાર કિંમત ધરાવતી દુકાનો સીલ મારીને જપ્ત કરી લીધી હતી.

મહિલા સંચાલકને ભૂજ જેલમાં મોકલી

એસીપી ઘનશ્યામ ગૌતમના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યમાં બીએનએસએસની કલમ 107 હેઠળ મિલ્કત જપ્તીની આ સર્વપ્રથમ કાર્યવાહી છે. વારંવાર ગુના આચરતી મહિલા આરોપીને ગેરકાયદેસર મિલ્કતને કોર્ટના આદેશથી સીલ કરવામાં આવી છે.

નિલમબાગ પોલીસે મહિલા વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. તેમના દ્વારા દરખાસ્ત મંજૂરી અફાતા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી પાસા હેઠળની મહિલાની ધરપકડ કરીને તેને ભુજની ખાસ જેલમાં ખસેડવામાં આવી છે.