ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિને લીધે અવસાન પામેલા લોકોને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી, પરિવારજનોને સહાયની જાહેરાત કરી

Morari Bapu:તાજેતરમાં ચોમાસાની આ સિઝનમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેને લીધે રાજ્યો જેવા કે આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમમાં ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 09:42 PM (IST)Updated: Wed, 05 Aug 2026 09:42 PM (IST)
morari-bapu-paid-tributes-to-those-who-died-due-to-heavy-rains-in-gujarat-and-kerala-announced-assistance-to-the-families

Morari Bapu:તાજેતરમાં ચોમાસાની આ સિઝનમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેને લીધે રાજ્યો જેવા કે આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમમાં ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ છે. આ ભારે વરસાદને લીધે અનેક રાજ્યોમાં જાનહાની પણ સર્જાઈ છે. તાજેતરમાં જ જાણીતા કથાકાર મોરારીબાપુએ આ કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલાઓના પરિવાર જનોને આર્થિક સહાયતા અર્પણ કરી હતી.

ગુજરાતમાં પણ સાયક્લોનિકલ વાતાવરણને લીધે ભારે વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદને લીધે નવસારી અને અન્ય જિલ્લાઓમાં પણ 5 લોકોના મોત નિપજ્યા છે. મોરારીબાપુએ આ મુશ્કેલ સ્થિતિમાં હનુમંત સંવેદના રૂપે રૂપિયા 15 હજાર લેખે કૂલ રૂપિયા 75 હજારની સહાયતા રકમ અર્પણ કરી છે, જે નવસારી અને અન્યત્ર રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે.

કેરળમાં પણ અતિવૃષ્ટિ ને લીધે 15 લોકોનાં મોત નિપજયા છે અને કેટલાક લોકો ગુમ થઈ ગયા છે. આ મૃતક લોકોનાં પરિવારને સાંત્વના પાઠવી મોરારિ બાપુએ કેરળ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રુપિયા 2,25,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે.