ભાવનગર સ્ટેશને કામગીરી શરૂ, 27 જુલાઈથી 10 ટ્રેનો ભાવનગર ટર્મિનસને બદલે ભાવનગર પરાથી દોડશે

ભાવનગર સ્ટેશન યાર્ડ રિમોડેલિંગને પગલે પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય. 27 જુલાઈ 2026થી કેટલીક ટ્રેનો ભાવનગર ટર્મિનસને બદલે ભાવનગર પરા સ્ટેશનથી ઉપડશે અને ત્યાં જ રોકાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 26 Jul 2026 08:10 PM (IST)Updated: Sun, 26 Jul 2026 08:10 PM (IST)
operations-begin-at-bhavnagar-station-from-july-27-10-trains-will-run-from-bhavnagar-para-instead-of-bhavnagar-terminus

Bhavnagar Railway: ભાવનગર રેલવે સ્ટેશન ખાતે યાર્ડ રિમોડેલિંગનું કામ હાથ ધરવામાં આવી રહ્યું હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોના હિતમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ભાવનગર ટર્મિનસથી ઉપડતી અને ત્યાં આવીને પૂરી થતી કેટલીક પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનોને ટેમ્પરરી રૂપે ભાવનગર પરા સ્ટેશન પર સ્થાનાંતરિત કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીએ આપેલી માહિતી મુજબ, આ નવી વ્યવસ્થા 27 જુલાઈ 2026થી લાગુ થશે અને આગામી સુચના સુધી અમલમાં રહેશે.

ભાવનગર પરા આવી પહોંચનારી ટ્રેનોનું લિસ્ટ

  • ટ્રેન નંબર 59229 (બોટાદ – ભાવનગર પરા): સવારે 09:00 વાગ્યે પહોંચશે.
  • ટ્રેન નંબર 59267 (પાલીતાણા – ભાવનગર પરા): સવારે 09:35 વાગ્યે પહોંચશે.
  • ટ્રેન નંબર 59557 (પોરબંદર – ભાવનગર પરા): બપોરે 02:30 વાગ્યે પહોંચશે.
  • ટ્રેન નંબર 59271 (બોટાદ – ભાવનગર પરા): સાંજે 05:30 વાગ્યે પહોંચશે.
  • ટ્રેન નંબર 19206 (મહુવા – ભાવનગર પરા): રાત્રે 08:00 વાગ્યે પહોંચશે.

ભાવનગર પરાથી ઉપડનારી ટ્રેનોનું લિસ્ટ

  • ટ્રેન નંબર 59268 (ભાવનગર પરા – પાલીતાણા): સવારે 06:40 વાગ્યે રવાના થશે.
  • ટ્રેન નંબર 19205 (ભાવનગર પરા – મહુવા): સવારે 09:40 વાગ્યે રવાના થશે.
  • ટ્રેન નંબર 59204 (ભાવનગર પરા – બોટાદ): સવારે 11:10 વાગ્યે રવાના થશે.
  • ટ્રેન નંબર 59560 (ભાવનગર પરા – પોરબંદર): બપોરે 03:20 વાગ્યે રવાના થશે.
  • ટ્રેન નંબર 59230 (ભાવનગર પરા – બોટાદ): સાંજે 07:25 વાગ્યે રવાના થશે.

રેલવે તંત્રની વિનંતી

પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે 27 જુલાઈ પછી મુસાફરીએ નીકળતા પહેલા પોતાની ટ્રેન કયા સ્ટેશનેથી ઉપડશે કે પહોંચશે તે અંગેની ચોક્કસ માહિતી મેળવી લેવી. જેથી કરીને સ્ટેશન પર પહોંચ્યા બાદ કોઈ અગવડતા કે મુશ્કેલીનો સામનો કરવો ન પડે.