Western Railway: જૈન પારણા ઉત્સવની મોસમ દરમિયાન મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા/ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર ખાસ ટ્રેનો ચલાવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09229/09230 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા/ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ [02 રાઉન્ડ]
ટ્રેન નંબર 09229 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સ્પેશિયલ ગુરુવાર, 20 નવેમ્બર, 2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 6:00 વાગ્યે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09230 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બુધવારે, 19 નવેમ્બર, 2025ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 9:૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોલા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09230 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલનો ભાવનગર પરા સ્ટેશન પર વધારાનો સ્ટોપ હશે.
2- ટાયર, એસી 3- ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09231/09232 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા/ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ [02 રાઉન્ડ]
ટ્રેન નં. 09231 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ, શનિવાર, 22 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 4:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09232 પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, શુક્રવાર, 21 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 8:00 વાગ્યે પાલિતાણાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09231 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલનો ભાવનગર પરા સ્ટેશન પર વધારાનો સ્ટોપ હશે.
2- ટાયર , એસી 3- ટાયર , સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09229, 09230, 09231 અને 09232 માટે બુકિંગ 13 નવેમ્બર, 2025થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. ટ્રેનના સ્ટોપ, માળખા અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે .
