Western Railway: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશન ખાતે ચાલી રહેલા પુનર્વિકાસ અને અપગ્રેડેશનના કામને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે ભાવનગર રેલવે મંડળમાંથી પસાર થતી કેટલીક મહત્વની ટ્રેનોના વ્યવહાર પર અસર પડી છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધીના 35 દિવસના બ્લોકને કારણે નીચે મુજબની 4 ટ્રેનો બદલાયેલા માર્ગે દોડશે.
ટ્રેનોના રૂટમાં ફેરફારની સંપૂર્ણ વિગત:
પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ (ટ્રેન નં. 19269)
સમયગાળો: તાત્કાળ અસરથી 12 ડિસેમ્બર, 2025 સુધી.
બદલાયેલો રૂટ: આ ટ્રેન જયપુરના બદલે ફુલેરા – રીંગસ – રેવાડી સ્ટેશનો થઈને દોડશે.
નવા સ્ટોપેજ: આ ટ્રેન ડાયવર્ઝન રૂટ પર રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાણ કરશે.
પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (ટ્રેન નં. 20937)
સમયગાળો: 9 ડિસેમ્બર, 2025 સુધી.
બદલાયેલો રૂટ: આ ટ્રેન ફુલેરા – રીંગસ – રેવાડી સ્ટેશનો મારફતે ડાયવર્ટ કરવામાં આવી છે.
નવા સ્ટોપેજ: મુસાફરોની સુવિધા માટે રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
દિલ્લી સરાય રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ (ટ્રેન નં. 20938)
સમયગાળો: 24 નવેમ્બર, 2025 થી 8 ડિસેમ્બર, 2025 સુધી.
બદલાયેલો રૂટ: આ ટ્રેન રેવાડી – રીંગસ – ફુલેરા સ્ટેશનો મારફતે દોડશે.
નવા સ્ટોપેજ: નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર આ ટ્રેનનું રોકાણ રહેશે.
અયોધ્યા કૅન્ટ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (ટ્રેન નં. 19202)
પ્રસ્થાન તારીખ: 25 નવેમ્બર, 2025ના રોજ અયોધ્યા કૅન્ટથી ઉપડતી ટ્રેન. (આ ફેરફાર માત્ર તારીખ 25 નવેમ્બર, 2025ના રોજ અયોધ્યા કૅન્ટથી ઉપડતી ટ્રેન માટે જ છે.)
બદલાયેલો રૂટ: આ ટ્રેન તેના નિયત રૂટના બદલે ભરતપુર – કોટા – આણંદ – અમદાવાદ – વીરમગામ થઈને દોડશે.
નવા સ્ટોપેજ: આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર ઉભી રહેશે.
ખાસ નોંધ: રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે ઉપરોક્ત ટ્રેનોમાં મુસાફરી કરતા પહેલા તેઓ બદલાયેલા રૂટ અને સમયપત્રકની નોંધ લે, જેથી મુસાફરી દરમિયાન કોઈ અસુવિધા ન થાય. અદ્યતન માહિતી માટે NTES એપ અથવા રેલવે પૂછપરછનો સંપર્ક કરી શકાય છે.
