કચ્છમાં ડ્રગ પેડલર પિંટુ યાદવની રૂ. 22.31 લાખની મિલકત જપ્ત, SAFEMA હેઠળ મોટી કાર્યવાહી

ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓની આર્થિક કમર તોડવા આક્રમક અભિગમ અપનાવ્યો. કચ્છમાં કુખ્યાત પેડલર પિંટુ યાદવની રૂ. 22.31 લાખની મિલકત જપ્ત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 07:44 PM (IST)Updated: Thu, 06 Aug 2026 07:44 PM (IST)
drug-peddler-pintu-yadavs-property-worth-rs-22-lakh-confiscated-in-kutch-major-action-taken-under-safema

Gujarat Police Action: રાજ્યમાંથી નશાનું દૂષણ જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર આરોપીઓની ધરપકડ કરવા સુધી સીમિત ન રહેતા, ડ્રગ્સના કાળા કારોબારમાંથી ઊભી કરાયેલી મિલકતો જપ્ત કરવાની મોટો ઝુંબેશ શરૂ કરી છે.

SAFEMA હેઠળ ઐતિહાસિક ઓપરેશન

સરહદી રેન્જ ભુજ-કચ્છ આઈજીપી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી સાગર બાગમારની દેખરેખ હેઠળ SOG ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. SAFEMA/NDPSA (Smugglers and Foreign Exchange Manipulators Act) હેઠળ મુંબઈ સ્થિત કોમ્પેટેન્ટ ઓથોરિટીમાંથી કાયદેસરનો આદેશ મેળવીને મિલકત જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં આ કાયદા હેઠળ મિલકત ટાંચમાં લેવાની આ સમગ્ર રાજ્યમાં પ્રથમ અને સફળ કામગીરી છે.

કુખ્યાત આરોપી પિંટુ યાદવ પર સિકંજો

ગાંધીધામ વિસ્તારમાં અગાઉ માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાઈ ચૂકેલા પિંટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીએ પોતાની તેમજ પત્નીના નામે નશાના કાળા વેપારથી સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હતી. પોલીસે રૂ. 15 લાખનું મકાન અને ત્રણ વાહનો મળી કુલ રૂ. 22,31,000ની મિલકત જપ્ત કરી લીધી છે.

પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે. હવે ગુનેગારોએ જેલની હવા ખાવાની સાથે નશાના વેપારથી કમાયેલી સંપત્તિ પણ ગુમાવવી પડશે તે સ્પષ્ટ થઈ ગયું છે.