24 જુલાઈથી કચ્છ-ગાંધીધામ જતી આ ટ્રેનો ભુજ નહીં જાય, આ કારણસર રેલવેએ લીધો મોટો નિર્ણય!

સામાખિયાળી-ગાંધીધામ સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે પશ્ચિમ રેલવેએ દિલ્હી અને ભગત કી કોઠીથી આવતી ટ્રેનોને ભીલડી સ્ટેશને જ રોકવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ સમયપત્રક અહીં જુઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 19 Jul 2026 05:24 PM (IST)Updated: Sun, 19 Jul 2026 05:24 PM (IST)
from-july-24-these-trains-bound-for-kutchgandhidham-will-not-go-to-bhuj-the-railways-has-taken-a-major-decision-for-this-reason

Gujarat Train Update: જો તમે આગામી દિવસોમાં કચ્છ, ભુજ કે ગાંધીધામ તરફ ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા સામાખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ક્વાડ્રપ્લીંગ (લાઇન ડબલિંગથી આગળ ચાર લાઇન કરવાનું કામ) અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. આ મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે રેલવે દ્વારા નોન-ઇન્ટરલોકિંગ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે જુલાઈના અંતથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી કેટલીક મહત્વની ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ફેરફાર કરાયા છે.

આ બ્લોકના કારણે દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતી ટ્રેનો ભુજ કે ગાંધીધામ સુધી જવાને બદલે બનાસકાંઠાના ભીલડી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરી દેવાશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અસરગ્રસ્ત ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

ભગત કી કોઠી - ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નં. 22483/22484)

શોર્ટ ટર્મિનેટ: ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી-ગાંધીધામ એક્સપ્રેસ આગામી 28 જુલાઈ 2026 થી 3 ઓગસ્ટ 2026 સુધી ભીલડી સ્ટેશન સુધી જ દોડશે. આ ટ્રેન ભીલડીથી ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરિજિનેટ: પરત મુસાફરીમાં ટ્રેન નંબર 22484 ગાંધીધામ-ભગત કી કોઠી એક્સપ્રેસ 29 જુલાઈ 2026 થી 4 ઓગસ્ટ 2026 દરમિયાન ગાંધીધામના બદલે ભીલડી સ્ટેશનથી જ ઉપડશે.

દિલ્હી - ભુજ એક્સપ્રેસ (ટ્રેન નં. 19404/19403)

શોર્ટ ટર્મિનેટ: ટ્રેન નંબર 19404 દિલ્હી-ભુજ એક્સપ્રેસ 24 જુલાઈ 2026 થી 2 ઓગસ્ટ 2026 સુધી ભીલડી સ્ટેશન પર જ પોતાની યાત્રા પૂર્ણ કરશે અને ભીલડીથી ભુજ વચ્ચે રદ રહેશે.

શોર્ટ ઓરિજિનેટ: ટ્રેન નંબર 19403 ભુજ-દિલ્હી એક્સપ્રેસ 26 જુલાઈ 2026 થી 4 ઓગસ્ટ 2026 સુધી ભુજના બદલે ભીલડી સ્ટેશનથી જ દિલ્હી જવા રવાના થશે.

દિલ્હી સરાય રોહિલ્લા - ભુજ એક્સપ્રેસ (ટ્રેન નં. 20984/20983)

શોર્ટ ટર્મિનેટ: ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ આગામી 29 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026ના રોજ ભીલડી સ્ટેશન પર જ રોકાઈ જશે (ભીલડી-ભુજ વચ્ચે રદ રહેશે).

શોર્ટ ઓરિજિનેટ: ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 31 જુલાઈ અને 4 ઓગસ્ટ 2026ના રોજ ભુજના બદલે ભીલડી સ્ટેશનથી ઓરિજિનેટ થશે.

મુસાફરો માટે રેલવેની અપીલ

રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે આ સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલાં અથવા સ્ટેશને પહોંચતા પહેલાં ટ્રેનનો ચોક્કસ સમય, સ્ટોપેજ અને અન્ય લાઈવ સ્ટેટસ જાણી લેવું. આ માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને વિગતો ચેક કરી શકે છે જેથી મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન પડે.