કચ્છ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને પરિણામ? 38 બેઠકો પર કેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ? સંપૂર્ણ માહિતી
ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
kutch District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.70 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. 38 બેઠકો પર 159 ફોર્મ ભરાયા છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, કચ્છ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
કચ્છ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા
વોડૅ નં
વોડૅ નું નામ
કુલ ફોમૅ
1
આધોઇ
4
2
૨-ભદ્રેશ્વર
6
3
ભીમાસર(ભુટકીયા)
5
4
૪-ભીમાસર(ચકાસર)
4
5
૫-ભિરંડીયારા
4
6
૬-બિદડા
3
7
ચીરઈ નાની
3
8
ચોબારી
5
9
દયાપર
4
10
૧૦-દીનારા
4
11
ફતેહગઢ
3
12
૧૨-ગઢશીશા
3
13
ગાગોદર
4
14
૧૪- કેરા
2
15
૧૫-ખેડોઈ
3
16
૧૬-કોડાય
3
17
૧૭-કોટડા જડોદર
2
18
૧૮- કુકમા
4
19
૧૯-માધાપર
4
20
૨૦-મોથાળા
4
21
૨૧-મોટી ભુજપુર
6
22
૨૨-નલિયા
6
23
૨૩-નાના કપાયા
5
24
૨૪-નારાણપર પસાયતી
3
25
૨૫-નેત્રા
5
26
નિરોણા
4
27
૨૭-પલાસવા
3
28
પાન્ધ્રો
6
29
૨૯-રતનાલ
7
30
૩૦-રવ મોટી
5
31
૩૧-સમાઘોઘા
5
32
સામખીયારી
3
33
૩૩-સુખપર
3
34
૩૪-સુમરાસર શેખ
7
35
૩૫-તલવાણા
3
36
૩૬-વરસામેડી
3
37
૩૭-વાયોર
7
38
૩૮-વિથોણ
4
કચ્છ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો