UpdatedIST

બોટાદના કૃષ્ણભક્તની અડગ શ્રદ્ધાઃ માનતા પુરી કરવા આંખે પાટા બાંધી પગપાળા 360 કિમી અંતર કાપીને દ્વારકાધીશના શરણે પહોંચશે

ઘરની પરિસ્થિતિ સુધરશે તો આંખો પાટા બાંધીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા આવવાની કઠીન માનતા માની હતી, જેના પગલે આજે જીવન સુખમય બનતા યુવકની અનોખી ભક્તિ યાત્રા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 09:29 PM (IST)Updated: Sun 22 Feb 2026 09:29 PM (IST)
blindfolded-devotion-botad-youth-walks-360-km-to-dwarka-for-lord-krishna-696843
HIGHLIGHTS
  • બોટાદથી શરૂ કરેલી પદયાત્રા જામનગર પહોંચી
  • આંખે પાટા બાંધેલા ભક્તને દરેક ડગલે પત્નીનો સાથ મળી રહ્યો છે

Botad Youth Padayatra: જ્યારે શ્રદ્ધા સંકલ્પ બની જાય, ત્યારે જીવનની દરેક તકલીફો સાવ સામાન્ય લાગવા માંડે છે. આવું ઉદાહરણ રજૂ કરી રહ્યો છે બોટાદનો એક કૃષ્ણભક્ત યુવક. જે પોતાની માનતા પુરી કરવા માટે બોટાદથી દ્વારકા સુધીનું 360 કિલોમીટરની પગયાત્રા આંખે પાટા બાંધીને કરી રહ્યો છે.

આગામી દિવસોમાં હોળી-ધૂળેટાના પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ-દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ યોજાશે. જેમાં લાખો કૃષ્ણ ભક્તો ઉમટી પડતા હોય છે. જેમાં બોટાદમાં રહેતો સંજય પડેલિયા નામનો યુવક આંખે પાટા બાંધીને પોતાના ઘરથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યો છે.

આજથી 7 દિવસ પૂર્વે મહેશે બોટાદ સ્થિત પોતાના ઘરેથી આંખે પાટા બાંધીને કઠીન પદયાત્રા શરૂ કરી હતી. સંજયની સાથે તેની પત્ની પણ પદયાત્રામાં જોડાઈ છે. જે પોતાના પોતાની પતિની પદયાત્રામાં માર્ગદર્શક બની રહી છે. પત્ની આંખે પાટા બાંધેલા પતિને ડગલેને પગલે સાથ આપીને આગળ વધવા માટે પ્રેરણા આપી રહી છે.

આ અંગે સંજય પડાલિયાએ જણાવ્યું કે, પહેલા મારી સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આવા સમયે મેં દ્વારકાશીશની બાધા માની હતી કે, જો મારી સ્થિતિ સુધરશે તો હું આંખો પર પાટા બાંધીને પગપાળા તમારા દર્શન કરવા આવી. આજે ભગવાનની કૃપાથી મારી સ્થિતિ સુધરી ગઈ છે અને જીવન સુખમય બન્યું છે.

આથી બોટાદથી 370 કિલોમીટરનું અંતર કાપીને દ્વારકા જઈને માનતા પુરી કરવા માટે નીકળ્યો છું. પદયાત્રા શરૂ કર્યાંના સાતમા દિવસે હું જામનગર પહોંચ્યો છું. હવે જામનગરથી દ્વારકાનું અંતરિ 130 કિલોમીટરની આસપાસ છે, જ્યાં હું આગામી ચારેક દિવસમાં પહોંચી જઈશ અને દ્વારકાધીશના જગત મંદિરમાં પહોંચીને શીશ ઝૂકાવીશ.

જય દ્વારકાધીશના નાદ સાથે સંજય અને તેની પત્ની દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે તેમની ભક્તિ જોઈને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોને પણ નવાઈ લાગી રહી છે.